સાગબારા જંગલ જમીન વિવાદ
નર્મદા જિલ્લાનાં સાગબારા ક્ષેત્રે જંગલ જમીનનો વિવાદ ફરી ગરમાયો છે. ખોપી ગામે 2 ઑક્ટોબરે યોજાયેલી જાહેર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ અને મહેશ વસાવા સહિતના નેતાઓ જોડાયા હતા. ખેડૂતોએ અને આગેવાનોએ દાવો કર્યો છે કે 25 વર્ષથી ખેતી થતા જમીન પર વન વિભાગ કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેઓ હવે સક્રિય આંદોલન માટે તૈયાર છે.
જાહેર સભામાં રજૂ થયેલા મુદ્દા સભામાં ખેડૂતોએ જણાવ્યું કે તેઓ વર્ષોથી કોઈ દસ્તાવેજ વગર પણ તે જમીન પર કલેદારી અને ખેતી કરતા આવ્યા છે, પરંતુ વન વિભાગ પ્લાન્ટેશન વગેરે દ્વારા જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગામવાસીઓને વારંવાર વન કર્મચારીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ રજૂ કરવામાં આવ્યો.
શંકરસિંહ વાઘેલાનું નિવેદન
આગેવાનોના નિવેદન અને દબાણની ચીમકી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સામને કહેતા આદિવાસીઓ જ જંગલ જમીનના સાચા માલિક છે અને સરકાર તથા વન વિભાગ માત્ર વ્યવસ્થાનો ભાગ છે એવું જણાવ્યુ. ધારાસભ્ય અનંત પટેલે કહ્યું, “અમે તીર-કમઠાં બુઠઠાં નથી લીધાં.” આગેવાનો દ્વારા આગળ ઘણી સક્રિયતાઓ કરવાની અને જરૂરી પડ્યું તો જેલભરો આંદોલન તથા ગાંધીનગર કૂચ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
સરકારી વાયદા અને ભાજપ પર આક્ષેપ આગેાનોએ કહ્યું કે વન મંત્રી દ્વારા પારણાં કરાવી સનદ આપવાની વાત કરવામાં આવી હતી, પણ તે માત્ર આશ્વાસન પૂરતું જ સાબિત થયું છે. તેમણે સરકાર પર ઉદ્યોગપતિઓને ઘણી જ સસ્તી કિંમતે મોટી માત્રામાં જમીન સોંપવામાં આવી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો.
અમિત ચાવડાનો નિવેદન ગુજરાત પ્રાંતિય કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ UPI પેમેન્ટ સંબંધિત ‘બ્લેક ડે’ અંગે સમર્થન વ્યક્ત કર્યું અને કહ્યું: “વેપારીઓ દ્વારા મનાવવામાં આવી રહેલા UPI બ્લેક ડેનું અમે સમર્થન કરીએ છીએ. મને પણ આજે ડીઝલ પુરાવા માટે કેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. લોકોને આદત પાડી અને હવે ટેક્સ વસુલાત કરનારી આ સરકાર અંગ્રેપો જે પ્રકારે ટેક્સ લેતા હતા તે પ્રકારે કરી રહ્યા છે.”
આગામી યોજનાઓ ખેડૂત આગેવાનોએ યાદ કરાવ્યો કે આવી સ્થિતિમાં આગામી દિવસોમાં બળદગાડાં સાથે ગાંધીનગર સુધી કૂચ કરીને સરકાર સામે આંદોલન કરવાની યોજનાઓ છે. આમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા સાગબારા પંથકમાં આંદોલન હવે વધુ વેગ લઈ શકે તેવા સંકેતો આપવામાં આવ્યા છે.