રશિયાની ચેતવણી
રશિયાએ NATOને ચેતવણી આપી છે કે જો પશ્ચિમી દેશો કાલિનિનગ્રાડને રશિયાથી અલગ પાડવાનો પ્રયાસ કરશે તો મોસ્કો પરમાણુ હથિયારો સહિત પોતાની તમામ સૈન્ય ક્ષમતાનો ઉપયોગ કરશે. રશિયાએ NATO પર “ખતરનાક અને બેદરકારીભર્યો માર્ગ” અપનાવવાનો આરોપ લગાવ્યો છે અને એવી સ્થિતિ સીધી લશ્કરી સંઘર્ષનું જોખમ વધારી શકે છે.
કાલિનિનગ્રાડનું મહત્વ
કાલિનિનગ્રાડ રશિયાનો મહત્વનો સૈન્ય વિસ્તાર છે. તે બાલ્ટિક સમુદ્રના કિનારે, પોલેન્ડ અને લિથુઆનિયાના વચ્ચે આવેલો પ્રદેશ છે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે જો NATOના સભ્ય દેશો કે પશ્ચિમી સંરચનાઓ કાલિનિનગ્રાડીયન પ્રદેશને રશિયાના બાકીના ભાગથી અલગ પાડવાનો કોઈ પ્રયાસ કરશે તો રશિયા પોતાની પાક્સ્થિતિમા ઉપલબ્ધ તમામ દળો અને ક્ષમતાનો ઉપયોગ કરવા તૈયાર રહેશે અને તેમાં પરમાણુ હથિયારોનો પણ સમાવેશ થાય છે.
NATOનો પ્રતિસાદ
રશિયાએ દસ્તાવે વધુમાં કહ્યું છે કે તે NATOના સભ્ય દેશો પર હુમલો કરવાનો ઇરાદો નથી, પરંતુ કાલિનિનગ્રાડ સામે કોઈ આક્રમક કાર્યવાહી થશે તો તેનું પ્રતિસાદ સૌથી કડક રહેશે. NATOના પ્રવક્તા એલિસન હાર્ટે રશિયા દ્વારા મોકલવામાં આવેલા અનૌપચારિક રાજદ્વારી દસ્તાવેજની પુષ્ટિ કરી છે, પરંતુ દસ્તાવેજની વિગતો જાહેર કરવામાં આવી નથી.
યુરોપમાં તણાવ
NATOએ રશિયાની પરમાણુ હથિયારો સહિતની ધમકીને બિનજવાબદાર ગણાવી છે અને રશિયાને યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. યુરોપમાં વધતો તણાવ અને પ્રતિસાદ આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે યુરોપીય દેશો મોસ્કોને ‘હાઇબ્રિડ વોર’ દ્વારા તણાવ વધારવાનો આરોપ લગાવી રહ્યા છે; રશિયા આ આરોપોને નકારે છે.
ગંભીર પરિસ્થિતિ
એક યુરોપીય સંરક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે શીત યુદ્ધ પછી પહેલી વખત રશિયા તરફથી આવી સીધી ચેતવણી મળી છે અને તેથી પરિસ્થિતિ ગંભીર છે. NATOના એક રાજદ્વારીએ રશિયાના પત્રને યૂરોપીય દેશોને ડરાવવાનો વધુ એક પ્રયાસ ગણાવ્યો અને જણાવ્યું છે કે NATO યુક્રેનને સમર્થન આપવાથી પાછું ડગમગશે નહીં.