કેનેડાના ટોરોન્ટોમાં ભારત અને કેનેડા વચ્ચે પ્રથમ આર્થિક અને નાણાકીય સંવાદ શરૂ થઈ ગયો છે. ભારત તરફથી કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેનેડા તરફથી નાણામંત્રી અને નેશનલ રેવન્યુ મંત્રી ફ્રાંસ્વા-ફિલિપ શેમ્પેન સંવાદનું નેતૃત્વ કરી રહ્યા છે. બંને દેશોના સંબંધોમાં સુધારાના પ્રયાસો વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સીતારમણનાં મૂળ ઉદ્દેશ્ય અને નોંધ
બેઠક દરમિયાન નિર્મલા સીતારમણે ભારત-કેનેડા સંબંધોને લઇને આશાવાદ વ્યક્ત કર્યો અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વમાં બંને દેશોના સંબંધોમાં ‘રીસેટ’ બાદ ઉચ્ચસ્તરીય બેઠકો અને સંપર્કમાં વધારો થયો છે. સીતારમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં વૈશ્વિક અનિશ્ચિતતા યથાવત છે અને આવા સમયમાં ભારત અને કેનેડા જેવી અર્થતંત્રો વૈશ્વિક વિકાસમાં વધુ સ્થિરતા અને વિશ્વસનીયતા લાવી શકે છે.
સહયોગના ક્ષેત્રો
સીતારમણne ખાસ કરીને ખાદ્ય સુરક્ષા, ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં ભારત અને કેનેડા વચ્ચે સહયોગની સંભાવનાઓ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે બંને દેશો સાથે મળીને કામ કરીને વૈશ્વિક કોમોડિટી સોર્સિંગમાં નિર્ભરતા ઘટાડવી અને સપ્લાય ચેઇનમાં આવતા અવરોધોનો પ્રભાવ ઘટાડવો શક્ય છે. સીતારમણે કહ્યું કે આ પ્રકારના સહયોગથી લોકોની ખરીદ શક્તિ મજબૂત થાય અને સપ્લાય ચેઇનની અસરકારકતા વધે.
સંવાદની પ્રાસંગિકતા
આ સંવાદને બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવા અને ભવિષ્યમાં સહયોગ માટે નવી તકો ઉભી કરવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
https://twitter.com/ANI/status/2092970650898256321