ગાંધીનગર: કલોલના વેપારીનો ફોન હેક, બેંકાના ખાતામાંથી 6.18 લાખ રૂપિયા ઉપાડી લીધો

ગાંધીનગર: કલોલના વેપારીનો ફોન હેક

ગાંધીનગરના કલોલમાં રહેતા 50 વર્ષીય સંજયકુમાર પટેલ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મોકલવામાં આવેલા ‘ઇન્વિટેશન કાર્ડ’ અને ‘GB Instagram’ નામની APK ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ તેમનો મોબાઈલ હેક થયો અને તેમના બેંક ખાતામાંથી કુલ 6.18 લાખ રૂપિયા ઉપાડી લીધા ગયા છે. સંજયકુમારે ઘટનાની ફરિયાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને પોલીસ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ સંજયકુમાર પટેલ કલોલના બોરીસણા રોડ પર આવેલ બલારામ પાર્કમાં રહેતા અને છત્રાલ ગામ પાસે રામજી મંદિર નજીક અનાજનું હોલસેલ વેપાર કરતા હોવાનું જણાવ્યું છે. તેમના મોબાઇલ પર 27મી સપ્ટેમ્બરે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ દ્વારા ‘ઇન્વિટેશન કાર્ડ’ અને ‘GB Instagram APK File’ મોકલવામાં આવી હતી. તેમણે ફાઇલ ડાઉનલોડ કરી અને ખોલતાં જ તેમનો ફોન હેક થઈ ગયો.

સાંજે ચાર વાગ્યાના સુમારે તેમના બેંક ખાતામાંથી પહેલા ટ્રાન્ઝેક્શનમાં 2.76 લાખ રૂપિયાનું ડેબિટ થયાની સૂચના આવી. તેમણે તરત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવી. બેંક ખાતામાંથી ઉપાડેલી રકમ ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ બીજા દિવસે, 28 સપ્ટેમ્બરના રોજ, તેમના ખાતામાંથી વધુ 3.42 લાખ રૂપિયા ડેબિટ થતા કુલ રકમ 6.18 લાખ થાય છે.

સંજયકુમારનો ખાતું છત્રાલ સ્થિત એચડીએફસી (HDFC) બેંકની શાખામાં કરંટ ખાતું છે. પોલીસ ફરિયાદ અને તપાસ સંજયકુમારે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ તાલુકુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે પોલીસએ અજાણ્યા ઠગ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (એમેન્ડમેન્ટ) એક્ટની કલમ 66-ડી હેઠળ ગુનો નોંધ્યો છે. પીઆઈ એમ. એ. હુંબલે વધુ તપાસ હાથ ધર્યાં છે.

સાયબર જોખમ અને સલાહ માહિતી અનુસાર સાયબર ચોરીઓ હાલ લગ્ન અથવા સામાજિક પ્રસંગોના ઇન્વાઇટેશન કાર્ડના નામે વોટ્સએપ પર માળિશિયસ (.apk) ફાઇલો મોકલી રહ્યાં છે. વપરાશકર્તાઓ આ ફાઇલોને સાવરતી રીતે ફોટો કે PDF સમજીને ઇન્સ્ટોલ કરતા હોય છે, ત્યારે હેકર્સ ફોનનું રીમોટ એક્સેસ મેળવી લે છે. પરિણામે બેંકના OTP અને મેસેજ્સ હેકર્સ સુધી પહોંચી જાય છે અને થોડા જ મિનિટમાં ખાતામાંથી નાણાં ખાલી થઈ શકે છે. સાયબર નિષ્ણાતો અજાણી .apk ફાઇલો ડાઉનલોડ ન કરવાની ચેતવણી આપી રહ્યા છે.