વડોદરા એસટી વિભાગની જાહેરાત
વડોદરા એસટી વિભાગે દિવાળીના તહેવારો દરમિયાન વતન જવા નીકળતા મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે 4 નવેમ્બરથી રોજ 100 વધારાની બસો દોડાવવાની જાહેરાત કરી છે. આ વ્યવસ્થા તહેવારો પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
વધારાની બસોની ફાળવણી
વધારાની બસો વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી સંચાલિત કરવામાં આવશે. રૂટ અને ફાળવણી વધારાની બસો મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ ફાળવવામાં આવી છે. ભાવનગર, રાજકોટ, દાહોદ, અમરેલી, જૂનાગઢ ઉપરાંત ઝાલોદ, ગોધરા, સંતરામપુર અને લુણાવાડા જેવા રૂટો માટે પણ વધારાની સેવા રાખવામાં આવી છે.
મુસાફરોની ભીડ અને જરૂરિયાત પ્રમાણે બસોની ફાળવણી કરવામાં આવશે. 31 ઓક્ટોબરના કાર્યક્રમના કારણે ફેરફાર સર્ડાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે વડાપ્રધાનની હાજરીમાં યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસ માટે વિવિધ ક્ષેત્રોમાંથી 195થી વધુ એસટી બસો ફાળવવામાં આવી રહી છે. તેના કારણે કેટલાક નિયમિત રૂટ પર બસોની સંખ્યા ઘટી શકે છે અને પરિણામે મુસાફરોને હાલાકી ભોગવવાની શક્યતા રહેશે.