UPI પેમેન્ટ્સ પર કાનૂની સુરક્ષા દૂર
સરકારની નવી સૂચના મુજબ હવે ₹2,000થી વધુના UPI પેમેન્ટ્સ કાનૂની સુરક્ષા હેઠળથી બહાર આવી ગયા છે. ₹2,000 સુધીની UPI અને RuPay ડેબિટ કાર્ડથી થતા પેમેન્ટને કાનૂની સુરક્ષા આપવામાં આવી છે, જ્યારે ₹2,000થી વધુની ચુકવણીઓ માટે ભવિષ્યમાં ફી લાદવાની શક્યતા માટે માર્ગ ખુલ્યો છે.
સામાન્ય નાગરિકો વચ્ચેના પર્સન-ટુ-પર્સન (P2P) વ્યવહારો હાલ નિઃશુલ્ક રહેશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે P2P વ્યવહારો સંપૂર્ણપણે મફત રહેવાની વ્યવસ્થા રહેશે.
ફી અંગે NPCI સમિતિનો નિર્ણય
NPCIની આગેવાની હેઠળની સમિતિ ફી વસૂલવામાં આવશે કે નહીં અને કેવી રીતે વસૂલાશે તે અંગે અંતિમ નિર્ણય કરશે. જો ભવિષ્યમાં UPI પર ફી લાદવામાં આવે તો તેનું બોજ સીધું ગ્રાહક પર નહીં મૂકવામાં આવે.
સરકાર પહેલેથી જ ₹2,000થી ઓછી કિંમતના UPI અને RuPay ડેબિટ કાર્ડ વ્યવહારો માટે સબસિડી આપે છે. આ માટે ₹2,000 કરોડની જોગવાઈ 2026-27ના બજેટમાં કરવામાં આવી હતી.
આ સુધારાએ સરકારને ડિજિટલ ચુકવણીઓ પર ફી લાદવાની અને દૂર કરવાની સત્તા આપી છે, જેના પરિણામે ₹2,000થી ઉપરની UPI ચુકવણીઓ કાનૂની રક્ષણમાંથી બહાર આવી ગઈ છે.
હાલ કોઈ નવો ફી માળખું જાહેર થયું નથી. NPCIની સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે કે ફી લાગશે કે નહીં, કેટલી થશે અને કોની પાસેથી વસૂલાશે.