12 થી 18 જાન્યુઆરી દરમિયાન રાધનપુર-પીપળી વચ્ચે રેલવે ફાટક નં. 100/A બંધ રહેશે

રાધનપુર-પીપળી રેલવે સેક્શન પર ટ્રેક નવીનીકરણના કામને કારણે રેલવે ફાટક નં. 100/A 12 થી 18 જાન્યુઆરી 2026 દરમિયાન વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

12 થી 18 જાન્યુઆરી સુધી રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ફાટક નં. 100/A બંધ રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના રાધનપુર-પીપળી રેલવે સેક્શન પર પૂર્ણ રેલપથ નવીનીકરણ (Complete Track Renewal – PQRS) નું કામ ચાલી રહ્યું છે. આ કામને કારણે રાધનપુર અને પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 100/A (કિ.મી. 114/39–43), જે રાધનપુરથી ભિલોટ ગામને જોડે છે, તેને 12 જાન્યુઆરી 2026 થી 18 જાન્યુઆરી 2026 સુધી માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ

આ સમયગાળા દરમિયાન માર્ગ ઉપયોગકર્તાઓને રેલવે ક્રોસિંગ નંબર 99/B (કિ.મી. 113/43–47), જે રાધનપુરથી ભિલોટ તથા મહેમદાબાદ ગામને જોડે છે, તેનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

રેલવે પ્રશાસનની અપીલ

રાધનપુર રેલવે ફાટક બંધ – પીપળી સેક્શન ટ્રેક નવીનીકરણ

રેલવે પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ નિર્ધારિત સમયગાળા દરમિયાન અસુવિધાથી બચવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે તેમજ રેલવે દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સંરક્ષા અને નવીનીકરણ કાર્યમાં સહયોગ આપે. આ કામગીરી ભવિષ્યમાં વધુ સુરક્ષિત અને સુગમ રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહી છે.

👉 વધુ વાંચો: અમદાવાદ સમાચાર

Leave a Comment