MEAનો કડક નકાર
કેન્દ્રીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને ચીન દ્વારા પાક-ચીન સરહદ સંયુક્ત કમિશન સક્રિય કરવાની જાહેરાતને તીક્ષ્ન શબ્દોમાં નકારી પાડ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાન અને ચીન વચ્ચે કાનૂની અથવા ભૌગોલિક કોઈ સરહદ નથી, કારણકે આ સમગ્ર વિસ્તાર ભારતનો સાર્વભૌમ ભાગ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર અને લડાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે. MEAનો સ્પષ્ટ વલણ રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે ક્યારેય 1963માં થયેલા ચીન-પાકિસ્તાન સરહદ કરારને માન્યતા આપી નથી અને તે કરાર ગેરકાયદેસર અને અમાન્ય છે.
વિદેશ મંત્રાલયે સખત શબ્દોમાં આ સંયુક્ત બોર્ડરને ફગાવ્યું અને તેના પગલાઓને અસ્વીકાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં યોજાયેલી બેઠક બાદ ચીન-પાકિસ્તાન સરહદ પંચને સક્રિય કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાને જણાવ્યું હતું કે કમિશનની પ્રવૃત્તિમાં સરહદ વ્યવસ્થાપન, સંયુક્ત સર્વેક્ષણ અને વેપાર વધારવાની કામગીરી સામેલ છે.
ભારતના દાવા અને માંગણીઓ મુજબ, ભારતે 1963માં થયેલા ચીન-પાકિસ્તાન સરહદ કરારને ક્યારેય માન્યતા આપી નથી. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તે કરાર ગેરકાયદેસર, અમાન્ય અને રદબાતલ છે. પાકિસ્તાને ભારતના જે વિસ્તારો પર જબરદસ્તીથી અને ગેરકાયદેસર રીતે કબ્જો રાખ્યો છે, તે વિસ્તારોને તાત્કાલિક અસરથી ખાલી કરવો જોઈએ તેવી માંગ કરી છે.
MEAએ કહ્યું છે કે ભારત પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં ચીન અને પાકિસ્તાનની કોઈપણ રાજદ્વારી અથવા આર્થિક ગતિવિધિઓને સહન નહીં કરશે. MEAના નિવેદન અને પાકિસ્તાનની ઘોષણાને લઈને વિવાદ ચાલુ છે અને બંને તરફથી બહાર પાડાયેલા દાવાઓની નિખાલસતા મૂળભૂત મુદ્દા તરીકે ઊભી રહી છે.