એસ. જયશંકરે યુક્રેનના વિદેશપ્રધાન એન્ડ્રી સિબિહા સાથે મુલાકાત કરી, કહ્યું ‘યુદ્ધનો અંત હવે જરૂરી’

એસ. જયશંકરે યુક્રેનના વિદેશપ્રધાન એન્ડ્રી સિબિહા સાથે મુલાકાત કરી

વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે યુક્રેનના વિદેશપ્રધાન એન્ડ્રી સિબિહા સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ, કોમર્શિયલ જહાજો પર થતા હુમલા, માનવતાવાદી સહાય અને ભારત-યુક્રેન દ્વિપક્ષીય સહયોગ જેવા ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ.

કિવમાં થયેલા હુમલામાં ભારતીય નાગરિકના મૃત્યુ અંગે સંવેદના મુલાકાત દરમિયાન જયશંકરે કિવમાં બે દિવસ અગાઉ થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મૃત્યુનો ઉલ્લેખ કરીને મોત પારિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ફરી એકવાર ભારતનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે “ભારત માને છે કે આ યુદ્ધનો યુગ નથી” અને જો ભારત યુદ્ધ રોકવામાં કોઈપણ રીતે મદદ કરી શકે છે તો તે સંવાદ અને કૂટનીતિ દ્વારા પ્રયાસો કરવા તૈયાર છે.

મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા

મુલાકતમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દા બંને નેતાઓએ રશિયા-યુક્રેન સંઘર્ષ અને તેના વૈશ્વિક પ્રભાવ પર ચર્ચા કરી. ખાસ કરીને કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલાઓ, માનવતાવાદી સહાય અને દ્વિપક્ષીય સંબંધોને આગળ કઇ રીતે વધારવો તે મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ.

ભારતીય નાવિકો અને શિપિંગના અસર જયશંકરે જણાવ્યું કે કોમર્શિયલ જહાજો પર થતા હુમલાઓમાં ભારતીય નાવિકો પણ અસરગ્રસ્ત થયા છે, કારણ કે ભારતીય નાવિકો વિવિધ દેશોના ધ્વજવાળા જહાજોમાં કામ કરે છે. શિપિંગ પરના આ હુમલાઓની સામે ગ્લોબલ સાઉથના અનેક દેશોમાં ઇંધણ, ખાતર અને ખાદ્ય સામગ્રીની પુરવઠા અસરગ્રસ્ત થઈ રહી છે.

ભારતની માનવતાવાદી સહાય માનવતાવાદી સહાય અંગે જયશંકરે જણાવ્યું કે ભારત દ્વારા યુક્રેનને અત્યાર સુધી 19 કન્સાઈનમેન્ટમાં કુલ 160 ટન સામગ્રી મોકલવામાં આવી છે, જેમાં જનરેટર, દવાઓ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે.

ભવિષ્યના સહયોગક્ષેત્ર

જયશંકરે જણાવ્યું કે ભારત અને યુક્રેન વચ્ચે ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો, ખાતર, મશીનરી, રસાયણો અને કન્ઝ્યુમર ગુડ્સ જેવા ક્ષેત્રોમાં વેપાર થાય છે. યુદ્ધ અને લોજિસ્ટિક પડકારોના કારણે છેલ્લા ચાર વર્ષમાં દ્વિપક્ષીય વેપાર પર અસર પડી છે, તેમ છતાં તેમાં સ્થિતિસ્થાપકતા દેખાય છે.

શિક્ષણ ક્ષેત્રમાં યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ રાખવા માટે જયશંકરે યુક્રેનના અધિકારીઓનો આભાર માન્યો. ભવિષ્યમાં ડિજિટલ ટેક્નોલોજી, ઈનોવેશન, સ્ટાર્ટઅપ અને AI જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા પણ કરી ગઈ.

આગામી આયોજન મુલાકાતના અંતે જયશંકરે યુક્રેનના વિદેશપ્રધાનને ભારત આવવાની આમંત્રણ આપે તે સાથે બંને પક્ષોએ આગામી આંતર-સરકારી કમિશનની બેઠક ભારતમાં યોજવાની સંભાવના પર ચર્ચા કરી.