કેનેડા ભણવા ગયેલા ગાંધીનગરના યુવાનનું અકસ્માતમાં મોત, મૃતદેહ મેળવવા પરિવારના વલખાં

કેનેડા અકસ્માતમાં યુવાનનું મોત

ગાંધીનગરના દશેલા ગામના વતની અને છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ માટે કેનેડામાં રહેલા હિરેન બાબુ આસોડિયાનું 18 ઓક્ટોબરે કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું. આ અકસ્માતમાં હિરેન સહીત કુલ ચાર લોકોના મૃત્યુની જાણ થઈ છે.

એક સપ્તાહ બાદ પણ મૃતદેહ વતનમાં ન આવ્યા, પરિવાર નિરાશ. દશેલા ગામમાં રહેતા હિરેનના પરિવારજનો અનુસાર, એક સપ્તાહ થાય છતાં તેમનો મૃતદેહ કેનેડામાંથી વતનમાં ન આવ્યો હોય તે અંગે પરિવાર ચિંતિત અને નિરાશ થઇ ગયાં છે.

પરિવારજનોએ કેન્દ્ર સરકારની મદદની અપિલ કરી છે કે મૃતદેહ વતનમાં લાવવામાં સહાય કરવામાં આવે. પરિવારની માંગ અને કેન્દ્ર તરફ વિનંતી હિરેનના પિતા બાબુ આસોડિયાએ કેન્દ્ર સરકારે કેનેડા સરકાર સાથે તાત્કાલિક સંવાદ કરીને જરૂરી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરાવી હિરેનનો મૃતદેહ વતનમાં લાવવામાં સહયોગ આપવો તેવી વિનંતી કરી છે, જેથી પરિવાર અંતિમ દર્શન અને અંતિમવિધિ કરી શકે.

કેનેડાના તપાસ અંગે અહેવાલોમાં જણાવાયું છે કે કેનેડા સરકારે અકસ્માત અંગે તપાસ ચલાવી રહી છે. મૃતદેહ વતનમાં લાવવા અને તપાસ પૂર્ણ થતા બાદ આગળની પ્રક્રીયા માટે પરિવારને અનિશ્ચિતતા જણાઈ રહી છે.