મગોડી ખાતે યોજાયેલા Bihola Rajput Samaj Snehamilan 2026 કાર્યક્રમમાં સમાજ રત્ન એવોર્ડ, સહાય વિતરણ અને સામાજિક સન્માન કાર્યક્રમ યોજાયો.
સામાજિક એકતા, સેવા અને શિક્ષણના સંદેશ સાથે બિહોલા રાજપૂત સમાજનો ભવ્ય કાર્યક્રમ
બિહોલા રાજપૂત સમાજ દ્વારા તા. 11-01-2026ના રોજ મગોડી, તાલુકો અને જિલ્લો ગાંધીનગર ખાતે નવમા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પાલજ ખાતે સ્થિત મહારાજા સામંતસિંહજી બિહોલાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ અસ્મિતા રેલી યોજાઈ હતી તેમજ પધારેલા આમંત્રિત મહેમાનોનું પ્રમુખશ્રી પી.પી. બિહોલા સાહેબના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તથા ગાંધીનગર ચાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહજી એસ. ગોહિલ, જાણીતા સામાજિક કાર્યકર કેશરીસિંહજી વાઘેલા, અક્ષર એકેડેમી ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. ડો. એન.સી. રાઠોડ, ભારત વિકાસ પરિષદ મધ્ય પ્રાંતના પ્રમુખ ડો. નાગેન્દ્રસિંહ બિહોલા (મોડાસા), ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર જશપાલસિંહ બિહોલા, ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ ડી. બિહોલા, પેથાપુર વાઘેલા ભાર્યાત સમાજના પ્રમુખ કાળુસિંહજી એમ. વાઘેલા, માણસા તાલુકાના પૂર્વ પ્રમુખ જગતસિંહ એમ. બિહોલા, ગાંધીનગર રાજપૂત સમાજના પૂર્વ મહામંત્રી ભરતસિંહ ડી. બિહોલા, અબિરુદ્ધસિંહ એમ. બિહોલા (સરપંચ, ભાવડા), સામાજિક મહિલા કાર્યકર શ્રીમતી રાધિકાબેન વાઘેલા, ભગીરથસિંહજી રાઠોડ, દાતાશ્રી મહિપતસિંહ ળળદેવસિંહ બિહોલા, મહિપતસિંહ બાપુજી બિહોલા, ઘનશ્યામસિંહ કાળુંસિંહ બિહોલા (તૃષા સાડી, પાલજ) સહિત અનેક આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મગોડીના શ્રી કરણસિંહ વિસાજી બિહોલા (મહામંત્રી, બિહોલા રાજપૂત સમાજ)ને ‘સમાજ રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગત એપ્રિલ 2025માં ઓરિસ્સામાં ફરજ દરમિયાન શહીદ થયેલા ભરતસિંહ બિહોલાના પરિવારને રૂ. 1,11,000નો ચેક સહાયરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.
તેમજ માતા-પિતાવિહોણી દીકરી ઉવાશીબેન, મહેન્દ્રસિંહ બિહોલા (મગોડી)ના પરિવારને ફેબ્રુઆરીમાં યોજાનાર લગ્ન પ્રસંગે કન્યાદાન સહાયરૂપે રૂ. 51,000નો ચેક સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, દાતાશ્રીઓનું સન્માન, નિવૃત્ત સન્માન તથા પ્રતિભા સન્માન કરવામાં આવ્યા હતા.

પધારેલા મહેમાનોએ પોતાના વક્તવ્યમાં સમાજને સંગઠિત બની વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું. વક્તા પ્રો. ડો. રાઠોડ સાહેબે શિક્ષણ અને સંસ્કાર પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે બાળકોના ઘડતર માટે બિહોલા સમાજના દરેક ગામમાં લાઈબ્રેરી હોવી જરૂરી છે અને તે માટે દાતાઓ તથા સમાજે સહિયારા પ્રયાસો કરવા જોઈએ.
આ પણ વાંચો ગુજરાત સમાચાર
કાર્યક્રમમાં બિહોલા સમાજના ગામેગામથી મોટી સંખ્યામાં સમાજજનો હાજર રહ્યા હતા. ભોજનદાતા તરીકે શ્રી મહિપતસિંહ ળળદેવસિંહ બિહોલાનું સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મગોડી રાજપૂત સમાજ દ્વારા સંચાલિત બહુચરધામ મંદિરે ડો. ઉપેન્દ્રભાઈ રાવલે રૂ. 1,50,000નું દાન આપવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા તથા ‘સમાજ રત્ન’થી સન્માનિત કરવા બદલ મહામંત્રી શ્રી કરણસિંહ બિહોલાએ સૌ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા લોકસાહિત્યકાર ભગીરથસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.