સરકારી સર્વેના મુખ્ય તારણ
જુલાઈ 2025થી જૂન 2026 દરમિયાન થયેલા એક સરકારી સર્વે મુજબ, રાત્રિ રોકાણ સાથે કરવામાં આવતા પ્રવાસોમાં લગભગ 48 ટકા પ્રવાસ ધાર્મિક અથવા તીર્થયાત્રા માટે થયા છે. ભારતમાં ગામ અને શહેર બંનેમાં આ પ્રમાણ લગભગ સમાન રહ્યો છે અને દર 100 પ્રવાસમાંથી આશરે 48 પ્રવાસ ધર્મસ્થળોની મુલાકાતને લઈને થયા છે.
પ્રવાસના હેતુ
સરકારી સર્વેના મુખ્ય તારણ સર્વે દર્શાવે છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન એવા પ્રવાસોમાં જેમાં ઓછામાં ઓછા એક રાત રોકાવું પડ્યું હતું, લગભગ 48 ટકા મુસાફરી ધાર્મિક હેતુથી હતી. આ સર્વેનું સમયગાળો જુલાઈ 2025થી જૂન 2026 સુધીનો છે.
ગામ અને શહેરમાં ધાર્મિક પ્રવાસનો ફાળો સર્વે અનુસાર ગામડાં અને શહેરોમાં ધાર્મિક પ્રવાસનું પ્રમાણ લગભગ સમાન રહ્યું. ગામડાંમાં ધાર્મિક પ્રવાસ પછી સારવાર માટેના પ્રવાસનો હિસ્સો વધુ રહ્યો, જયારે શહેરોમાં ફરવા અને રજાઓ માણવા માટેના પ્રવાસ બીજા ક્રમે હતા.
પ્રવાસની અવધિ અને ખર્ચ
પ્રવાસની અવધિ, સાથી અને મુસાફરી માધ્યમ લગભગ 80 ટકા પ્રવાસ પાંચ દિવસ અથવા તેનાથી ઓછા સમયના હતા, એટલે મોટાભાગના લોકો ટૂંકા સમય માટે જ પ્રવાસ પર જતા હતા. એક પ્રવાસમાં સરેરાશ લગભગ બે લોકો સામેલ રહ્યા હતા. ગામડાંમાં મુસાફરી માટે ખાસ કરીને બસનો વધુ ઉપયોગ થયો હતો, જ્યારે શહેરોમાં ટ્રેન દ્વારા પ્રવાસ કરતાં લોકોનો ખર્ચ વધુ જોવા મળ્યો હતો.
રાજ્ય અનુસાર પ્રવાસનું વિતરણ
રાજ્ય અનુસાર પ્રવાસનું વિતરણ રાજ્યોની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશનો દેશના કુલ તમામ પ્રકારના પ્રવાસોમાં સૌથી મોટો હિસ્સો રહ્યો—લગભગ 15.7 ટકા. ત્યારબાદ તમિલનાડુ અને રાજસ્થાનનો ક્રમ રહ્યો. ઉત્તર પ્રદેશમાં અયોધ્યા, વારાણસી અને મથુરા જેવા મોટા ધાર્મિક સ્થળો પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ ગંતવ્ય તરીકે ઉલ્લેખાયું છે.
ખર્ચના દ્રષ્ટિકોણથી
નોંધનીય છે કે આ 15.7 ટકાનો આંકડો બધા પ્રકારના પ્રવાસનો છે, માત્ર ધાર્મિક પ્રવાસનો નહીં. સર્વેમાં દર્શાવાયું છે કે સારવાર માટેના પ્રવાસો પર ખર્ચ સૌથી વધુ રહ્યો. ગ્રામીણ વિસ્તારોમાં સારવાર માટેના એક પ્રવાસનો સરેરાશ ખર્ચ 29,454 રૂ હતો, જ્યારે શહેરી ક્ષેત્રોમાં એ ખર્ચ 41,649 રૂ રહ્યો.
સર્વે મુજબ ભારતમાં લોકો વિવિધ હેતુઓથી પ્રવાસ કરે છે—આસ્થાથી જોડાયેલા તીર્થયાત્રાઓ ઉપરાંત રજા, સારવાર, કુટુંબિક કામ અને અન્ય જરૂરી કારણોસર પણ વિશાળ સંખ્યામાં પ્રવાસો થઈ રહ્યા છે.