ગુજરાતમાં બે જ વર્ષમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધીને 376 થઈ; સરેરાશ દર 5 દિવસે એક નવી સંસ્થા ઉમેરાઈ

બદલાતી સામાજિક પરંપરાઓ અને પરિવારીક બંધનોમાં ફેરફરની અસર તરીકે ગુજરાતમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા ઝડપથી વધી રહી છે. બિઝનેસ-લિસ્ટિંગ ડેટા અનુસાર, છેલ્લા બે વર્ષમાં આશરે 140 નવી સેન્ટરો ઉમેરાતા કુલ સંખ્યા 376 સુધી પહોંચી ગઈ છે (આંકડા 24 સપ્ટેમ્બર 2026 સુધીના).

વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા

આના આધારે સરેરાશ ગણતરી મુજબ દર 5 દિવસમાં એક નવી વૃદ્ધ સંભાળની સંસ્થા ઉભી થઈ રહી છે. આંકડા અને વધારો વર્ષ 2026ના બિઝનેસ-લિસ્ટિંગ ડેટા અનુસાર રાજ્યમાં હાલ લગભગ 376 પ્રાઈવેટ અને સંસ્થાકીય વૃદ્ધાશ્રમ, સીનિયર લિવિંગ અને કેર સેન્ટરો નોંધાયેલાં છે. બે વર્ષ પહેલાંની સૂચિમાં આ સંખ્યા આશરે 235 હતી અને ત્યારથી અંદાજે 140 નવી સંસ્થાઓ ઉમેરાઈ છે.

મુખ્ય શહેરોમાં વિતરણ લિસ્ટિંગ મુજબ મુખ્ય શહેરોમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા નીચે મુજબ છે: અમદાવાદ – 86, સુરત – 63, વડોદરા – 48, રાજકોટ – 23, જૂનાગઢ – 17. માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મળીને કુલ 220 સંસ્થાઓનું લિસ્ટિંગ છે.

નોંધનીય છે કે અમદાવાદમાં અગાઉ લગભગ 15 જેટલા વૃદ્ધાશ્રમ નોંધાયેલા હતા, ત્યારબાદ તે વધીને 42 અને હાલ વિવિધ ડિરેક્ટરીમાં 86 સંસ્થાઓનું લિસ્ટિંગ છે. આ સંસ્થાઓમાં ઓલ્ડ એજ હોમ, આસિસ્ટેડ લિવિંગ, સીનિયર કેર હોમ્સ અને સ્પેશિયલ કેર સેન્ટર્સનો સમાવેશ થાય છે.

વૃદ્ધાશ્રમોની માંગના કારણો

અમદાવાદના નગર, વાડજ, નારણપુરા અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં વૃદ્ધાશ્રમ અથવા સીનિયર લિવિંગ માટે બંગલાં અને ટેનમેન્ટની માંગ નોંધપાત્ર રીતે વધી છે. આ સ્થિતિને કારણે વૃદ્ધ સંભાળ એક વિકસતો સર્વિસ સેક્ટર બનેલ છે. ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગની સત્તાવાર યાદીમાં પણ વિવિધ જિલ્લામાં વૃદ્ધાશ્રમોની વિગતો આપવામાં આવી છે જેમાં અમદાવાદ, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, દાહોદ, નર્મદા, પંચમહાલ, પાટણ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.