અમિત શાહે 2029 સુધીમાં ભારતમાંથી ડ્રગ્સના વેપારને ખતમ કરવાનો સંકલ્પ કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ANTF પ્રમુખોની ત્રીજી રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું અને દેશને નશામુક્ત બનાવવાનો કડક સંદેશ આપ્યો. તેઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધી વિકસિત ભારત બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નશામુક્ત ભારતનો રોડમેપ ખૂબ મહત્વનો છે અને સમગ્ર દુનિયાના યુવાનોના કલ્યાણના લક્ષ્ય સાથે 2029 સુધીનો આ રોડમેપ તૈયાર કર્યો છે.
અમિત શાહે સ્પષ્ટ કહ્યું, ‘ન તો એક ગ્રામ ડ્રગ્સ ભારત આવવા દઈશું અને ન તો ભારતને માર્ગ બનાવીને અહીંથી એક ગ્રામ ડ્રગ્સ બહાર જવા દઈશું.’ તેમણે 2029 સુધી ભારતમાંથી નશાના વેપારને જડમૂળથી ઉખાડી ફેંકવાની સરકારની પ્રતિબદ્ધતા પ્રગટાવી.
નશા સાથેની લડાઈને ટોચની પ્રાથમિકતા
સંમેલનનું મેસેજ અને લક્ષ્ય ગૃહમંત્રીએ કહ્યું કે દેશ માટે અને યુવાનો માટે ગંભીર ખતરો બની ચૂકેલા નાર્કોટિક્સ પર કડક અને નિર્ણયાત્મક પ્રહાર કરવાનો સમય આવી ગયો છે. નશા સાથેની લડાઈને ટોચની પ્રાથમિકતા આપી ટાર્ગેટ, ટાઈમલાઇન અને જવાબદારી નક્કી કરીને આગળ વધવાનું રહેશે.
હવે મીટિંગથી મિશન, રિપોર્ટિંગથી રિઝલ્ટ, જપ્તીથી નેટવર્કના અંત અને કેસથી દોષસિદ્ધિ સુધી જવાનું હેતુ છે. ANTF અને કામગીરીની રૂપરેખા અમિત શાહે જણાવ્યું, “આપણું લક્ષ્ય ANTFને એન્ટી નાર્કો મિશન કમાન્ડ બનાવવાનું હોવું જોઈએ.”
તેમણે સૂચન કર્યું કે સીઝર-કેન્દ્રિત અભિગમની જગ્યાએ નેટવર્કને ધ્વસ્ત કરવું મુખ્ય હેતુ બનવું જોઈએ અને જિલ્લામાં કાર્ડિનલ એકમ તરીકે કામ કરાયું જોઈએ.
ડ્રગ કાર્ટેલ પર ત્રણ સ્તરના પ્રહાર
શાહે કહ્યું કે ડ્રગ કાર્ટેલ પર ત્રણ સ્તરે પ્રહાર કરવામાં આવશે — એન્ટ્રી પોઈન્ટ, આંતરરાજ્ય ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ અને જિલ્લાઓમાં લોકલ સેલના નેટવર્ક પર. આ કાર્યને સુવ્યવસ્થીત બનાવવા માટે જિલ્લાઓને ત્રણ ક્લસ્ટરમાં વહેંચવામાં આવશે: ડ્રગ બનાવતા અથવા દેશમાં પ્રવેશ કરાવતા જિલ્લાઓ, ટ્રાન્સપોર્ટેશન કોરિડોરવાળા જિલ્લાઓ અને ડ્રગ્સનું સેવન કરતા જિલ્લાઓ.
વિદેશી આરોપીઓ અને સપ્લાયર સામે પગલાં
અમિત શાહે કહ્યું કે ભારતમાં રહેલા વિદેશી આરોપીઓને પાછા મોકલવાની અને બ્લેકલિસ્ટ કરવાની પહેલ ચલાવવામાં આવશે જેથી તેઓ ફરીથી ભારતમાં ન આવી શકે. વિદેશમાં બેસીને દેશમાં ડ્રગ્સની પુરવઠો કરનારા ફરાર આરોપીઓને પકડીને ભારતની કોર્ટ સામે લાવવા માટે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
યુવાનોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન
ગૃહમંત્રીએ જણાવ્યું કે 10 લાખ સ્કૂલો, કોલેજો અને સંસ્થાઓમાં જઈને યુવાનોમાં નશા વિરુદ્ધ જાગૃતિ લાવવામાં આવશે અને કેમ્પસના ડિરેક્ટરોને પણ સંવેદનશીલ બનાવવામાં આવશે.