PM Mementos E-Auction 2026ની 8મી આવૃત્તિ
PM Mementos E-Auction 2026ની 8મી આવૃત્તિ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. આ ઇ-ઓક્શનમાં ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, પરંપરાગત હસ્તકળા, સ્થાપત્ય અને આધુનિક ટેકનોલોજીકલ સિદ્ધિઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હરાજીમાં કુલ 1,498 મેમેન્ટોઝ મુકાયા છે અને એમાંથી મળનારી આવક નમામી ગંગે (Namami Gange) કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
ગુજરાતના પરંપરાગત મેમેન્ટોઝ
ગુજરાતના પરંપરાગત અને સ્થાપત્ય મેમેન્ટોઝ હરાજીમાં વડનગર સ્થિત 17મી સદીના હાટકેશ્વર મહાદેવ મંદિરના સ્થાપત્ય શૈલીને દર્શાવતા મેમેન્ટો સમાવે છે, જેમાં મંદિરની વિશિષ્ટ કોતરણી અને રામાયણ તથા મહાભારતથી પ્રેરિત સ્થાપત્ય તત્વોની ઝલક જોવા મળે છે. અડાલજ વાવનું સ્તરીય લાકડાનું સ્થાપત્ય, પરંપરાગત લિપ્પણ કલા અને ભુજોડી શાલ જેવી પરંપરાગત પ્રસ્તુતિઓ પણ સંગ્રહમાં સામેલ છે.
પરંપરાગત કલાઓ
માતા-ની-પછેડી અને પીઠોરા પેઇન્ટિંગ પરંપરાગત કલાઓમાં ‘માતા-ની-પછેડી’નું ‘ટીરી ઓફ લાઈફ’ (Tree of Life) ટેક્સટાઇલ પેઇન્ટિંગ અને મધ્ય ગુજરાતના રાઠવા, ભીલ અને ભિલાલા સમુદાયો સાથે જોડાયેલી પીઠોરા પેઇન્ટિંગ બંને સંગ્રહમાં સામેલ છે. પીઠોરા પેઇન્ટિંગમાં ઘોડા, દેવી-દેવતાઓ અને પરંપરાગત માન્યતાઓ સાથે સંબંધિત વિવિધ મુોટીફ જોવા મળે છે.
આધુનિક ટેકનોલોજી
સૌર ટેક્નોલોજી અને આધુનિક ઉદ્યોગ મોઢેરા સૂર્ય મંદિરની કોતરણી સાથે ભારતની પ્રથમ સોલાર ટાઇલનું મેમેન્ટો પણ પ્રદર્શિત છે, જે ઐતિહાસિક વારસાને સૌર ઊર્જા ક્ષેત્રની આધુનિક સિદ્ધિ સાથે જોડે છે. સમકાલીન ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ પ્રગતિને દર્શાવતા ટાટા ઇલેક્ટ્રોનિક્સનું ‘ચરખાથી ચિપ્સ’ નામનું સ્મારક સેમિકન્ડક્ટર પ્લેક અને AIIMS રાજકોટનું પ્રતિકૃતિ મોડેલ પણ હરાજીના ગુજરાત સંગ્રહમાં સામેલ છે.
ધાર્મિક અને સ્થાપત્ય વારસા
ધાર્મિક અને સ્થાપત્ય વારસાને દર્શાવતા અંબાજી મંદિર, સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરની રજૂઆતો પણ મેમેન્ટોઝમાં દર્શાવવામાં આવી છે. હરાજીની કામગીરી અને આવકનો ઉપયોગ PM Mementos E-Auction 2026નો ઈ-ઓક્શન ઓનલાઈન ચાલે છે અને અધિકૃત પોર્ટલ પર ઉપલબ્ધ છે: https://pmmementos.gov.in/#/. આ ઇ-ઓક્શનમાંથી મળનારી આવક નમામી ગંગે કાર્યક્રમ માટે લગાવવામાં આવશે. નમામી ગંગે ગંગા નદી અને તેની ઇકોસિસ્ટમના સંરક્ષણ, પુનરુત્થાન અને સલામતી માટે કાર્યરત રાષ્ટ્રીય મિશન છે.
ઇ-ઓક્શનની પૃષ્ઠભૂમિ PM Mementos E-Auction જાન્યુઆરી 2019માં શરૂ થયું હતું. અગાઉની આવૃત્તિઓ દ્વારા નમામી ગંગે માટે ₹50 કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.