ભારત માલદીવ્સ ટ્રેઝરી બિલ્સની અંતિમ હપ્તા
વિદેશ મંત્રાલયે જાહેર કરેલી માહિતી મુજબ, ભારત સરકારે માલદીવ્સ સાથેની વિકાસ ભાગીદારી હેઠળ સબ્સ્ક્રાઇબ કરાયેલા કુલ $150 મિલિયનના ટ્રેઝરી બિલ્સમાંથી અંતિમ $50 મિલિયનની હપ્તા 17 સપ્ટેમ્બર 2026ના રોજ સફળતાપૂર્વક સેટલ કરી દીધી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા આ બિલ્સ 2019થી સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યા હતા અને બિલ્સની મુદતને અત્યાર સુધીમાં કુલ 6 વાર દરેક વખતે 1-1 વર્ષ માટે લંબાવવામાં આવી હતી.
મૂળ રકમ અને વ્યાજની જવાબદારી વધુમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે માલદીવ્સ સરકારે મૂળ રકમ (principal) ચુકવી દીધી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં આ પર થતું કુલ $45 મિલિયન (અંદાજે 375 કરોડ રૂપિયાથી વધુ)નું વ્યાજ ભારતે પોતાની તિજોરીમાંથી ચૂકવ્યું છે. રોકાણ અને અન્ય નાણાકીય સહાય સૂત્રો અનુસાર, ભારતે માલદીવ્સને નાણાકીય આધાર આપવા માટે 30 અબજ રૂપિયાની ‘કરન્સી સ્વેપ ફ્રેમવર્ક’ પણ પ્રદાન કરી છે.
તે ઉપરાંત, ભારતે માલદીવ્સના $350 મિલિયન મૂલ્યના ટ્રેઝરી બોન્ડ્સમાં રોકાણ કર્યું છે, જેની વેલિડિટી 2029 અને 2030 સુધીની છે.
ભારત-માલદીવ્સ સંબંધ
વિદેશ મંત્રાલયે આ પગલાંને બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સહયોગ અને ‘Neighborhood First’ નીતિનું પ્રતિબિંબ ગણાવ્યું છે. માલદીવ્સના પૂર્વ પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે ‘X’ પ્લેટફોર્મ પર શુભેચ્છા પાઠવીને લખ્યું હતું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ માલદીવ્સ અને ભારત વચ્ચેની કાયમી મિત્રતા માટે કેન્દ્રસ્થાને રહ્યું છે. હું તેમના સારા સ્વાસ્થ્ય અને સફળતાની પ્રાર્થના કરું છું.”
વિશ્લેષકોનું મથળું સૂત્રોમાં ઉલ્લેખ છે કે હિંદ મહાસાગર પ્રદેશમાં વધતા ચીની પ્રભાવના બદલામાં, ભારતમાં અપાયેલું આ આર્થિક પેકેજ રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે. વિશ્લેષકોના મતે સમયસર નાણાકીય રાહત પૂરાં પડતાં ભારતે પ્રાદેશિક સ્થિરતામાં પોતાનું યોગદાન પ્રદર્શિત કર્યું છે અને એક વિશ્વાસુ પાડોશી તરીકેની ભૂમિકા નિર્ભય રીતે નિભાવી છે.