ગુજરાતમાં વરસાદી માહોલ
ગુજરાતમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગે સવારના 7 થી 10 વાગ્યાના ત્રણ કલાકની અંદરની નવકાસ્ટ (Nowcast) આગાહી મુજબ ચાર જિલ્લાઓ માટે અતિ ભારે વરસાદનો રેડ એલર્ટ અને દસ જિલ્લાઓ માટે ભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. રાજ્યના અન્ય વિસ્તારો માટે હળવા વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યો છે.
નાઉકાસ્ટ આગાહી હવામાન વિભાગે નાઉકાસ્ટ હેઠળ આજે સવારના 7 થી 10 વાગ્યાના ગાળામાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા જણાવી છે અને તેના દેખિઆ મુજબ એલર્ટનું વર્ગીકરણ કર્યું છે.
રેડ અને ઓરેન્જ એલર્ટ ધરાવતા જીલ્લા
રેડ એલર્ટ: ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત
ઓરેન્જ એલર્ટ: અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ
હવામાન વિભાગે રાજયના અન્ય વિસ્તારોમાં હળવા વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યો છે.