પુતિનની દિલ્હી મુલાકાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 11 સપ્ટેમ્બરે દિલ્હીમાં પહોંચશે, જ્યાં તેઓ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ, તેઓ 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી BRICS સમિટમાં હાજરી આપશે.
સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા
દિલ્હીમાં ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા BRICS સમિટને ધ્યાનમાં રાખીને કડક રાખવામાં આવી છે. ટ્રાફિક પોલીસ 35થી વધુ રસ્તાઓ પર નિયંત્રણ અને 22 સ્થળોએ ડાયવર્ઝનની વ્યવસ્થા કરી છે. સમિટને કારણે 11 સપ્ટેમ્બરે સરકારી કચેરીઓ બંધ રહેશે અને સુપ્રીમ કોર્ટ તથા દિલ્હી હાઈકોર્ટે પણ રજા જાહેર કરી છે.
બેંક કર્મચારીઓની હડતાળ
બેંક યુનિયનો દ્વારા 11 સપ્ટેમ્બરે એક દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત, યુનિયનો 28થી 30 સપ્ટેમ્બર સુધી 3 દિવસની હડતાળ અને 26 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળની ચેતવણી આપી છે. યુનિયનોની માંગણીઓમાં 5 દિવસના બેંકિંગ સપ્તાહના અમલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભામાં દુષ્કાળ મુદ્દો
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ 11 સપ્ટેમ્બર છે. ગૃહની કાર્યવાહી સવારે 10 વાગ્યે શરૂ થશે અને પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવ્યો છે. સત્રમાં નાણાં, શહેરી વિકાસ, કૃષિ, પશુપાલન, શ્રમ અને રોજગારી, સામાજિક ન્યાય અને પુરવઠા વિભાગના પ્રશ્નો ચર્ચાશે. રાજ્યમાં વરસાદની અછતથી ઉભી થયેલી દુષ્કાળ જેવી સ્થિતિનો મુદ્દો નિયમ 116 હેઠળ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા ઉઠાવવામાં આવશે.
તેઓ ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા સહિત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે જવાબ માંગશે. અંતિમ દિવસે અલગ-અલગ બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવશે અને સરકાર દ્વારા ગૃહમાં 3 સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે.