ગુજરાતમાં નકલી દવાઓ અને ગેરકાયદા ખાદ્ય પદાર્થો સામે FDCAની સમીક્ષા બેઠક, આરોગ્ય મંત્રીએ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા સૂચના

FDCAની સમીક્ષા બેઠક

ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી FDCAની સમીક્ષા બેઠકમાં નકલી અને ગેરકાયદેસર દવાઓ તેમજ ખાદ્યપદાર્થો સામે કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો. ઓગસ્ટ-2026 દરમિયાન FDCA દ્વારા હાથ ધરાયેલી તપાસમાં 50 દવા પેઢીઓના પરવાનાઓ રદ કરવામાં આવ્યા અને રૂ.1.75 લાખથી વધુનો શંકાસ્પદ દવા જથ્થો જપ્ત થયો.

રાજ્યભરમાં 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસ થઈ અને રૂ.93,47,134 કિંમતે કુલ 42,988 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બેઠકમાં આરોગ્ય મંત્રીએ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા તથા કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી.

તપાસના આંકડા

FDCA દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અને તપાસના આંકડા દર્શાવે છે કે 50 દવા પેઢીઓના પરવાનાઓ રદ કરવામાં આવ્યા છે. 2 દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપ્યા ગયા છે અને 8 ઉત્પાદક પેઢીઓના પરવાનો સ્થગિત કરાયા છે. 11 દવાઓના બનાવટના પરવાનાઓ રદ કરવામાં આવ્યા છે અને 20 દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટિબાયોટિક દવાઓની ગુણવત્તા તપાસ માટે 588 દવાઓના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. રાજ્યભરમાં તપાસ કરવામાં આવેલા 42 બ્લડ સ્ટોરેજ સેન્ટરો પૈકી 3ને ક્લોઝર ઓર્ડર અને 12ને કારણદર્શન નોટિસ આપવામાં આવી છે.

નશાકારક દવાઓ સામેની કાર્યવાહી

નશાકારક અને બનાવટી દવાઓ સામેના પગલાં FDCA અને અન્ય તપાસી નમંડળોએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના પેઢીઓમાં સઘન કાર્યવાહી કરી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે એક મેડિકલ સ્ટોરની જોડે આવેલી દુકાનમાંથી ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનોનો જથ્થો જપ્ત કરી વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Nicardia Retard 10 બનાવટી કેસ અને સપ્લાય ચેઈન તપાસ બનાવટી ‘Nicardia Retard 10’ ટેબ્લેટ્સના કેસમાં સપ્લાય ચેઈન સુધી તપાસ શરૂ કરી છે. J.B. Chemicals દ્વારા ઉત્પાદિત હોવાનું દર્શાવતી બનાવટી Nicardia Retard 10 ટેબ્લેટ્સના વેચાણ અંગે 30થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી.

ગેરકાયદે કોસ્મેટિક્સ અને દવાઓ

ગેરકાયદે કોસ્મેટિક્સ અને સ્થાનિક ગેરકાયદે ઉત્પાદન ત્રાગડ ખાતે લાયસન્સ વિના સંચાલિત ‘આનકી હર્બલ’માંથી રૂ.2.68 લાખથી વધુ કિંમતનો ગેરકાયદે કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કપડવંજ-ધોળીકૂઇ ખાતે બાવીશી દવાખાનાથી નાના બાળકો માટેની ગેરકાયદે દવાના ઉત્પાદનનો ઉતારો ઝડપી પાડી ત્યાંથી રૂ.66,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ખાદ્યપદાર્થો અંગેની તપાસ

ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં કુલ 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસ કરવામાં આવી અને વિવિધ ખાદ્યચીજોના 2,591 જેટલા નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએ પાડાયેલા દરોડામાં તેલ, મરચું પાઉડર અને દૂધ સહિતની શંકાસ્પદ ખાદ્યચીજોનો કુલ 42,988 કિલોગ્રામ જથ્થો જપ્ત થયો હતો.

સ્થાનિક તબક્કે થયેલા જપ્તકામનું વિભાજન: પાટણમાં 14,709 કિલોગ્રામ તેલ અને 6,495 કિલોગ્રામ ખાદ્ય તેલ જપ્ત. કામરેજ-સુરતમાં 5,157 કિલોગ્રામ ઘી જપ્ત. જામનગરમાં 7,138 કિલોગ્રામ દૂધ જપ્ત. ડીસા-બનાસકાંઠામાં 6,071 કિલોગ્રામ મરચાં પાઉડર જપ્ત.

રાજ્યના રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા 1,625થી વધુ એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું; જેમાં ક્ષતિઓ દેખાતા 306 એકમોને સુધારણા નોટિસ આપવામાં આવી હતી.

આ બેઠકમાં તંત્રને પવિત્ર શ્રાવણ માસ અને તહેવારો દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદી વપરાશવસ્તુઓ પર સતત વોચ રાખવા તથા વેપારી ચેઈન અને સપ્લાય ચેઈનમાં રહેલી ખામીઓને શોધવા વધુ તપાસ અને અનુસંધાન જાળવવા નિર્દેશ આપ્યા છે.