જાયન્ટ્સ મોડાસા દ્વારા કૃષ્ણાપુરા પ્રાથમિક શાળામાં ડ્રેસ વિતરણ અને વૃક્ષારોપણ યોજાયું

જાયન્ટ્સ મોડાસા દ્વારા કૃષ્ણાપુરા પ્રાથમિક શાળામાં ગણવેશ વિતરણ સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.*
************************તા.૨૫/૦૮/૦૨૬*

*અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા થી આશરે 10 કિલોમીટર દૂર આવેલાકૃષ્ણ પુરા કંપા ખાતે આવેલ પ્રાથમિક શાળાના એક થી પાંચ ધોરણ સુધીના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિની ઓ માટે જાયન્ટ્સ મોડાસા મારફતે દરેક વિદ્યાર્થીને ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓના હાથમાં ડ્રેસ મળતાં વિદ્યાર્થીઓ આનંદથી ઝૂમી ઉઠેલ ડ્રેસ સાથે સાથે બિસ્કીટ પેકેટનું પણ વિતરણ કરેલ.સાથે સાથે શાળાના પટાંગણમાં ફૂલ છોડ રોપણ નો પણ કાર્યક્રમ સંપન્ન કર્યો.કાર્યક્રમ જાયન્ટ્સ મોડાસા ના પ્રમુખ શ્રી અમરીશભાઈ પંડ્યા,શ્રીપ્રવીણભાઈ પરમાર સભ્ય શ્રી નરેન્દ્રભાઈ દવે.શ્રી પ્રદીપભાઈ ખંભોળજા ઉપસ્થિત રહેલ.કૃષ્ણાપુરા કંપા ની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી કાશ્મીરાબેન જોશી તેમજ રીનાબેન ઉપાધ્યાયે જાયન્ટ્સ ગ્રુપના સભ્યોનું અભિવાદન કરેલ.મોડાસા જાયન્ટ્સ ગ્રુપની સેવાઓને ચોમેરથી આવકાર સાથે અભિનંદન મળી રહ્યા છે….