સુરતમાં રવિવારની ચાર રજાઓ રદ: ચાર રવિવારે સરકારી શાળાઓ ચાલુ રહેશે

સુરતમાં રવિવારની ચાર રજાઓ રદ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રવિવારની ચાર રજાઓ રદ કરી દીધી છે અને તે દિવસે પણ સરકારી શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો હેતુ ભારે વરસાદને કારણે આપવામાં આવેલી વધારાની રજાઓની ભરપાઈ કરવી અને શૈક્ષણિક કાર્યક્રમ સમયસર પૂર્ણ કરવ્યો છે.

કયા રવિવારોએ શાળા ચાલુ રહેશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિર્ણય અનુસાર નીચેની તારીખે રવિવાર હોવા છતાં સરકારી શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ રહેશે:

  • 6 સપ્ટેમ્બર
  • 13 સપ્ટેમ્બર
  • 27 સપ્ટેમ્બર
  • 4 ઓક્ટોબર

પહેલાથી આપવામાં આવેલી રજાઓ વિશે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે શાળાઓને કુલ ચાર દિવસની રજા આપવામાં આવી હતી: 24 જુલાઈ, 25 જુલાઈ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટ. આજનો નિર્ણય તે રજાઓની ભરપાઇ માટે લેવામાં આવ્યો છે.

શિક્ષણ સમિતિનો હેતુ

શિક્ષણ સમિતિનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક દિવસોના નુકસાનને સમાપ્ત કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરાવવાનો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને આ ચાર રવિવારની તારીખો નોંધવાની વિનંતી કરવામાં આવી છે. શાળા સંચાલકો દ્વારા પહેલેથી જ સૂચના આપવામાં આવશે જેથી ગેરસમજ ન રહે અને શૈક્ષણિક કામકાજ નિયમિત રીતે ચાલે.