અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં સ્કૂલ-કોલેજ કેન્ટીન, હોસ્પિટલ અને હોસ્ટેલ કેન્ટીન સહિત વિવિધ ખાદ્ય ધંધાકીય એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. તપાસ દરમિયાન અસ્વચ્છતા અને નિયમોનું ઉલ્લંઘન મળી આવતા અનેક એકમો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન નોંધાયેલ મુખ્ય બાબતો
- સૈજપુર બોગા સ્થિત મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજની R.K.R. Caterers હોસ્ટેલ કેન્ટીન પાસે FSSAI લાયસન્સ/રજીસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું. તેવા માં હાઇજીનિક સ્થિતિનો અભાવ અને ખાદ્ય પદાર્થોમાં કીડા-જીવાત મળ્યા હોવાનું નોંધાયો અને તે સીલ કરવામાં આવ્યું છે.
- મણિનગરની Mad Over Grills રેસ્ટોરન્ટના સ્ટોર રૂમમાં મેંદાના સંગ્રહ કરાયેલા બીગ પૅકમાં જીવતી જીવાત મળી આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે.
- માધુપુરાના સંતોષ ઘી ભંડારમાં પહેલાં લેવાયેલા માધવ દેશી ઘીના નમૂનામાં Beta-sitosterol ની હાજરી નોંધાયતા તે સ્થળ સીલ કરાયું છે.
- કુબેરનગરનો રાજેશ દૂધ ઘરનો મિડિયમ ફેટ પનીરના નમૂનાનું અપ્રમાણિત હોવાને કારણે પણ કાર્યવાહી થઈ છે.
- મકરબાનીની સબરુ ચાઇનીઝ મુગલાઇ એન્ડ તવા ફ્રાયમાં ગંદકી અને FSSAI Schedule-4 ના નિયમોનું પાલન ન થવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે.
- બહેરામપુરાની સમ્રાટ બેકરી પાસે FSSAI લાયસન્સ/રજીસ્ટ્રેશન ન હોવા અને પેકેજિંગ-લેબલિંગના નિયમોનું પાલન ન થવાને કારણે તે પણ સીલ કરવામાં આવી છે.
કયા પગલાં લેવાયા
ફૂડ વિભાગે ખામી મળી આવતાં સંબંધિત એકમોને સીલ કરાવ્યા અને જરૂરી નમૂનાઓ લઈ લેવામાં આવ્યા છે. નિયમોનું ઉલ્લંઘન અને અસ્વચ્છતાના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.