સલમાન ખાનનું રિયાલી્ટી શો “બિગ બોસ 20” પ્રમિયર પહેલા જ ચર્ચામાં છે. શોમાં જોડાવા માટે તૈયાર સાત સ્પર્ધકોના નામ મિડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા અહેવાલોમાં સામે આવ્યા છે. નિર્માતાઓએ લાઇનઅપની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરી નથી.
કોણ છે સાત સંભાવિત સ્પર્ધકો?
અહેવાલો પ્રમાણે હાલમાં આ સાત નામો ચર્ચામાં છે:
- કુશાલ તંવર (ગુલ્લુ)
- નીતિ ટેલર
- ગીતા બસરા
- એલનાઝ નોરોઝી
- રજત બેદી
- ખુશી દુબે
- વિક્રાંત સિંહ રાજપૂત
અહેવાલો સૂચવે છે કે આ સ્ટાર્સનો નિર્માતાઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ ભાગ લેવા માટે સંમત થયેલા હોવાનું જણાવામાં આવ્યું છે, પરંતુ પ્રોડ્યૂસરે આની સત્તાવાર પુષ્ટિ આપેલી નથી.
ગીતા બસરા વિષે શું કહેવામાં આવી રહ્યું છે?
મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા અપડેટ્સ પ્રમાણે અભિનેત્રી ગીતા બસરાને બિગ બોસ 20 માટે લગભગ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. અહેવાલોમાં તેને ભારતીય ક્રિકેટર હરભજન સિંહની પત્ની તરીકે ઓળખાવવામાં આવ્યા છે. તેમ છતાં પ્રોડ્યૂસરે ગીતા બસરાની ભાગીદારીની સત્તાવાર પુષ્ટિ આપી ન હતી.
સલમાન ખાન અને શોના પ્રોમો
શોના નવા પ્રોમો રિલીઝ થયા છે જેમાં સલમાન ખાનનો નવો અવતાર દેખાયો છે. પ્રોમોમાં સલમાન ફરી એકવાર શોનું સંચાલન કરતા દેખાઇ રહ્યા છે.
પ્રીમિયર તારીખ અને પ્લેટફોર્મ
“બિગ બોસ 20″નું પ્રીમિયર 6 સપ્ટેમ્બર રોજ COLORS ટીવી અને OTT પ્લેટફોર્મ JioHotstar પર થવાનું જાહેર કરવામાં આવ્યું છે.