વડોદરામાં જમીનમાં લાલચથી 21.40 કરોડની છેતરપિંડી; વ્હાઇટ ફ્લેમીંગો વેન્ચર્સના ભાગીદારની આગોતરા જામીન અરજી નામંજૂર

વડોદરામાં છેતરપિંડીની ફરિયાદ

વડોદરામાં જમીનમાં રોકાણ કરવાથી 40 થી 50 ટકા નફો મળવાની લાલચ આપી કુલ 21.40 કરોડની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ સી.આઇ.ડી. ક્રાઇમ, વડોદરા ઝોનમાં નોંધાઈ છે. ફરિયાદી તરીકે સલીમભાઇ હમીદભાઈ મેમણે ફરિયાદ કરી છે.

વ્હાઇટ ફ્લેમીંગો વેન્ચર્સના પાર્ટનર હેમંત આશર અને દર્શીત અગ્રવાલ દ્વારા કરેલ આગોતરા જામીનની અરજી અદાલતે નામંજૂર કરી દીધી છે. ફરિયાદમાં જે આક્ષેપ છે, તે મુજબ, વર્ષ ૨૦૨૦માં આકાશ વાઘેલા અને તેના પિતા ઉપર આરોપ કરવામાં આવ્યો છે કે તેમણે જમીનમાં રોકાણ કરવાથી 40 થી 50 ટકા નફો થશે તેવી લાલચ આપી સલીમભાઇ હમીદભાઈ મેમણ સાથે 21.40 કરોડની છેતરપિંડી કરી છે.

આ ફરિયાદ સી.આઇ.ડી. ક્રાઇમ, વડોદરા ઝોનમાં નોંધાવવામાં આવી છે. આરોપીઓની યાદી અને સરનામા મુજબ પુરૃષોત્તમ અમથાભાઇ વાઘેલા, આકાશ પુરૃષોત્તમભાઇ વાઘેલા, વિશ્વાંગી આકાશભાઇ વાઘેલા (ત્રણેય રહે. આરના બંગ્લોઝ, ગોત્રી સેવાસી રોડ), હેમંત ચેતનભાઈ આશર (રહે. આશર વિલા, સિંઘરોટ, વડોદરા) અને દરશીત મહેન્દ્રપ્રસાદ અગ્રવાલ (રહે. શકુંતલ પાર્ક, શ્રેયસ સ્કૂલની પાછળ, માંજલપુર)નો સમાવેશ થાય છે.

આ કેસની આગળની કાર્યવાહી માટે સીસીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ ચાલુ છે અને અદાલત દ્વારા વ્હાઇટ ફ્લેમીંગો વેન્ચર્સના ભાગીદાર હેમંત આશર અને દર્શીત અગ્રવાલની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.