AMC બજેટ 2027-28 માટે 2,007 સૂચનો
અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન (AMC) ના વર્ષ 2027-28ના બજેટ માટે શહેરીજનો પાસેથી કુલ 2,007 સૂચનો પ્રાપ્ત થયા છે. તેમાં સૌથી વધુ 536 સૂચનો રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી પ્રાથમિક સુવિધાઓ સુધારવા અંગે આવ્યા છે.
ઝોનવાર સૂચનો
દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 713 સૂચનો આવ્યા છે અને હવે આ તમામ સૂચનોનો સંબંધિત વિભાગો દ્વારા અભ્યાસ કરી જરૂરી મુદ્દાઓ બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવશે. સૂચનોનો સારાંશ અને મુખ્ય આંકડા કોર્પોરેશનને 33 વિભાગોને લગતા સૂચનો મળ્યા છે. માહિતી મુજબ પ્રાથમિક અને ફરજિયાત સેવાઓને લગતા કુલ 1074 સૂચનો હતા, જ્યારે 933 સૂચનો મરજીયાત સેવાઓ અંગેનાં હતા. લાઈટ વિભાગને લગતા 159 સૂચનો મળ્યાં છે.
સૂચનો મોકલવાની અંતિમ તારીખ
સૂચનો મોકલવાની અંતિમ તારીખ 30 ઓક્ટોબર, 2026 મુકવામાં આવી હતી અને તે સમયસીમા પૂરી થતા કુલ 495 સૂચનો ઈમેલ મારફતે પ્રાપ્ત થયા હતાં.
વિસ્તારોમાં વરસાદી પાણીની સમસ્યા
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલાં બોપલ, સરખેજ, શીલજ, ઘુમા સહિતના વિસ્તારોમાં આ વખતે સૌથી વધુ વરસાદી પાણી ભરાયા હતા અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે ઝોનમાંથી વધુ સૂચનાઓ મળવાની સ્થિતિ સર્જાઇ છે.
આગામી બજેટ પ્રક્રિયા
સૂચનોનો અભ્યાસ અને આગળની પ્રક્રિયા કોર્પોરેશન જણાવે છે કે મળેલી રજૂઆતોની સંબંધિત વિભાગો દ્વારા વિગતવાર તપાસ કરી તેમાંથી યોગ્ય અને જરૂરી જણાય એવા મુદ્દાઓને આગામી બજેટમાં સામેલ કરવામાં આવશે. કોર્પોરેશન દર વર્ષ બજેટ તૈયાર કરતાં પહેલાં નાગરિકોના સૂચનો માંગે છે અને આ વખતે પણ બજેટ રજૂ થવાના આશરે ચાર મહિના પહેલાં નાગરિકોના સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
આગામી વાર્ષિક બજેટ ફેબ્રુઆરી 2027માં રજૂ થશે. અગાઉના સૂચનોનું સ્વીકાર અને અમલ પાછલા વખતમાં મંગાવેલા સૂચનોમાંથી આશરે 10 ટકા સૂચનો જ બજેટમાં સ્થાન પામ્યાં હતાં. કેટલીક સૂચનાઓને સીધા બજેટમાં જોજવાઈ આપવાના બદલે કાર્યક્રમો કે સંબંધિત વિભાગોની નિયમિત કામગીરી દ્વારા હલ કરવામાં આવ્યાં હતા.
અગાઉના વર્ષોમાં નાગરિકોએ મુખ્યત્વે પાણી, ડ્રેનેજ અને રસ્તાની સુવિધાઓ સુધારવા માટે રજૂઆતો કરી હતી અને અન્ય રજૂઆતોમાં કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાઈબ્રેરી, રીડિંગ રૂમ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ અને સિનિયર સિટિઝન પાર્ક જેવી જાહેર સુવિધાઓ ઊભી કરવાના પ્રસ્તાવો પણ સામેલ રહ્યાં છે.