એક પક્ષને મદદ કરવા 13 કરોડ મત કાપી નાખાયા, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશે ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ

ચૂંટણી પંચ પર આક્ષેપ

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વી. ગોપાલા ગૌડાએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેઓએ દાવો કર્યો છે કે ચૂંટણી પંચે એક રાજકીય પક્ષને ફાયદો પહોંચાડવા માટે સમગ્ર દેશમાં 13 કરોડ લોકોના નામ મતદાર યાદીમાંથી કઢી નાખ્યા છે અને આ પગલું બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે.

જસ્ટિસ ગૌડાએ SIR પ્રક્રિયાની પદ્ધતિ અંગે તીવ્ર વાંધો ઉઠાવતા સુપ્રીમ કોર્ટને આ મામલાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે SIRની આ પ્રક્રિયાને મતદારોના નામ યાદીમાંથી હટાવવા માટે ઉપયોગ કરવામાં આવવો ન જોઈએ અને ખેડૂતોની જેમ પુખ્ત વયના નાગરિકોના મત આપવાના અધિકારોને અસર પહોંચે તેવા પગલાં ન લેવાતા જોઈએ.

જસ્ટિસ ગૌડાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા અને નિવેદનોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તેનાથી એવું જણાય છે કે પંચે SIRના મહત્વના પાસાઓને ખોટી રીતે રજૂ કરીને નિર્ણય લીધો છે. સુનાવણીની તારીખ આ મામલે સુપ્રીમ કોર્ટ આગામી 9 ડિસેમ્બરને સુનાવણી કરશે.

વિપક્ષી નેતાઓની અરજી અને માગણીઓ રાહુલ ગાંધી સહિતનાં વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરી છે અને વિનંતી કરી છે કે નાયબ ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરો સોગંદનામા દાખલ કરીને આ મુદ્દે જવાબ આપો.

અરજીઓમાં SIRને મંજૂરી આપવાના નિર્ણય, મતદાર યાદીમાંથી નામ કમી કરવાની પ્રક્રિયા અને ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કરવામાં આવેલા ફેરફારો સામે પ્રશ્નો ઉઠવામાં આવ્યા છે. અરજદાર તરીકે જોડાયેલા નેતાઓમાં રાહુલ ગાંધી ઉપરાંત મલ્લિકાર્જુન ખડગે, સૌગત રોય, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, સંજય રાઉત, એમ.એ. બેબી, ડી. રાજા, મહુઆ માઝી, સુપ્રિયા સુલે, ઈ.ટી. મોહમ્મદ બશીર, થોલ થિરુમાવલવન અને સજ્જાદ અહેમદ કિચ્લુનું નામ સામેલ છે.

અરજદારોએ ઓનલાઈન ફોર્મ-6માં થયેલા ફેરફારો અને ECI NET તથા ERO NET મતદાર યાદી ડેટાબેઝની કામગીરી અંગે પણ શંકા વ્યક્ત કરી છે. વિરોધ પ્રદર્શન અને CJP ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. આ પક્ષે મુંબઈથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું અને ઓક્ટોબરમાં દિલ્હીમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પક્ષના ત્રણ ટોચના નેતાઓ અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકા અટકાયત કરવામાં આવ્યા હતા.