જામનગર ઝળહળ્યું, આતશબાજી અને રંગબેરંગી રોશની સાથે દિવાળીની ધમાકેદાર ઉજવણી

જામનગરમાં દિવાળી ઉજવણી

જામનગરમાં દિવાળીને પરંપરાગત ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવી. શહેર રંગબેરંગી લાઇટ્સ અને દીવડાંથી ઝળહળ્યું અને રાત્રિના આકાશમાં આતશબાજીની રંગબેરંગી ઝલક જોવા મળી. ઘરો, દુકાનો અને વ્યાપારી સંકુલો શણગારવામાં આવ્યા અને લોકો રંગોળી અને દિવ્ય પ્રકાશથી તહેવારની તૈયારીઓ કરી રહ્યા હતા.

આતશબાજી અને રોશનીની રોનક સાંજ ઢળતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફટાકડાની અવાજ અને રંગબેરંગી આતશબાજીના દ્રશ્યોએ દિવાળીની રાતને વધુ ઝળહળાવી ઊઠાવ્યો. શહેરમાં મકાના અગાસી, બાલ્કની અને પ્રવેશદ્વારો પર સિરીઝ લાઇટ્સ અને દીવડાં લગાવવામાં આવ્યા હતા.

બજારોમાં ખરીદી અને તહેવારી રસવત્તા દિવાળીની પૂર્વસંધ્યાએ બજારોમાં ખરીદીનો જોર જોવા મળ્યો. લોકો કપડા, મીઠાઈ, સુકામેવા, સજાવટની ચીજવસ્તુઓ, પૂજાની સામગ્રી તથા ફટાકડા ખરીદતા જોવા મળ્યા, જેનાથી વ્યવસાયિક વિસ્તારોમાં સભરતા રહી.

વેપારીઓનું ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન વેપારીઓ અને ધંધાર્થીઓએ શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન કરીને નવા નાણાકીય વર્ષની શરૂઆત કરી. વેપારીઓએ નવા વર્ષની શરૂઆત માટે સુખ-સમૃદ્ધિ અને વ્યવસાયની પ્રગતિની કામના કરી.

પરિવારિક પ્રસંગ અને પરંપરા પરિવારજનો અને સ્નેહીજનો સાથે મીઠાઈ વહેંચી એકબીજા ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. બાળકોમાં ફટાકડા ફોડવાનો ઉત્સાહ વચ્ચે વૃદ્ધોએ પરિવાર સાથે પરંપરાગત રીતે દીપ પ્રગટાવી અને લક્ષ્મીપૂજન કરીને સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થનાઓ કરી.