સાબરમતી-વેરાવળ વંદે ભારત પર પથ્થરમારો: E1 કોચનો કાચ તૂટ્યો, મુસાફરો માંડ-માંડ બચ્યા!

વંદે ભારત પર પથ્થરમારો

રવિવારે સવારે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ પર ખીજડિયા અને ચિતલ વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના કારણે ટ્રેનના E1 કોચની બારીનો કાચ તૂટી ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

ઘટનાની સખત તપાસ માટે ટ્રેનને થંભાવી તપાસ કરાઇ હતી. બનાવ રવિવારે સવારે આશરે 9:45 વાગ્યાના આસપાસ બન્યો હતો. સાબરમતીથી વેરાવળ તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ જ્યારે ખીજડિયા રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા.

પથ્થરમારા દરમિયાન E1 કોચની ડાબી બાજુમાં સીટ નંબર 9 અને 10 નજીકની બારીનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તે ઉપરાંત સીટ નંબર 5 અને 6 પાસેની બારી પર પણ પથ્થરો લાગયા હતાં. યાત્રીઓ અને સુરક્ષા તપાસ બારીનો કાચ તૂટતા કોચમાં સમયભરમાં ભયના પળો જોઇને હલચલ સર્જાયેલી છે, પરંતુ કાચ અંદર સુધી ન ઘુસી પડતા મુસાફરોને ઇજા પહોંચી નહોતી.

ઘટના બાદ ટ્રેન મેનેજરે તાત્કાલિક ઓન-ડ્યુટી રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો અને સંબંધિત રેલવે અધિકારીઓને એલર્ટ કર્યા અને સાવચેતી તરીકે ટ્રેન થંભાવી દેવામાં આવી હતી. રેલવે સ્ટાફ અને સુરક્ષા જવાનો કોચમાં જઈ તમામ મુસાફરોની સ્થિતિ તપાસી ને કોઈને ઈજા ન હોવાની ખાતરી બાદ ટ્રેનને વેરાવળ તરફ રવાના કરવામાં આવી હતી.

RPFની કાર્યવાહી સ્થાનિક RPF ટીમે ઘટનાની નોંધ લઇ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને ઘટનાસ્થળ તથા ટ્રેકની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂછપરછ કરીને પથ્થરમારો કરનાર તત્વોની ઓળખ કરવા પ્રયત્નો શરૂ કર્યા છે. વધુ તપાસ ચાલી રહી છે.