ચોખાના ભાવને ધ્યાનમાં રાખીને સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત
કેન્દ્ર સરકારે વધતા ચોખાના ભાવને ધ્યાનમાં રાખીને દક્ષિણના પાંચ રાજ્યોમાં ચોખા અને ડાંગરના વેપારીઓ, મિલરો, પ્રોસેસર્સ, રિટેલર્સ અને હોલસેલર્સ માટે સ્ટોક જાહેર કરવાનું ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. સાથે જ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ચોખા અને ડાંગરની સ્ટોક લિમિટ લાગુ કરવાનો પણ ઉમેરો કર્યો છે.
નિયમોનું પાલન ન કરનારાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આપેલો આદેશ 31 જાન્યુઆરી 2027 સુધી અમલમાં રહેશે. આદેશની મુખ્ય વિગતો કેન્દ્ર સરકારના આદેશ મુજબ દરેક ટ્રેડર, મિલર, પ્રોસેસર, રિટેલર અને હોલસેલરે નીચેના છ પ્રકારના ચોખા અને ડાંગરનો સ્ટોક જાહેર કરવાનો રહેશે: બાસમતી, નોન-બાસમતી, પ્રીમિયમ ચોખા, નોન-બાસમતી ચોખા, ઉકળા ચોખા, ટૂકડા ચોખા અને ડાંગર.
આ સ્ટોકની માહિતી ફૂડ સ્ટોક પોર્ટલ પર દર શુક્રવારે જાહેર કરવાની રહેશે. નિયમોનું પાલન ન કરવા પર એસેન્શ્યલ કોમોડિટીઝ એક્ટ, 1955ની કલમ 6 અને 7 હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.
કયા રાજ્યોમાં સ્ટોક લિમિટ લાગુ રહેશે?
કેન્દ્ર સરકારે દક્ષિણની પાંચ રાજ્યો — આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક — માં ચોખા અને ડાંગરની સ્ટોક લિમિટ લગાડવાની પરવાનગી આપી છે. પુરવઠા વધારવા માટેના પગલાં ખુલ્લા બજારમાં ચોખાની ઉપલબ્ધતા વધારવા માટે કેન્દ્ર દ્વારા NAFED, NCCF અને કેન્દ્રીય ભંડારને વધારાનો સ્ટોક પ્રદાય કરવામાં આવી રહ્યો છે.
આ સપ્લાયનું વેચાણ “ભારત રાઈસ” તરીકે કરાશે. ઓપન માર્કેટ સેલ યોજના હેઠળ ઘરઆંગણે ઇ-ઓકશન દ્વારા વેચાણનો ટાર્ગેટ 2026-27 માટે 25 લાખ ટનથી વધારી 50 લાખ ટન કરાયો છે અને 31 ઓક્ટોબર સુધીમાં અંદાજે 25 લાખ ટન ખાનગી પાર્ટીઓને વેચાણ કરવામાં આવ્યું છે.
બજાર પર અસર અને કારણો વર્તમાન વર્ષે ચોમાસુ નબળું રહેવાના કારણે ચોખાના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત અલ નિનોની અસરથી નવા માલનું આગમન ધીમું પડવાની ધારણાના કારણે વિવિધ પ્રકારના ચોખાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
અમલીકરણ અને દેખરેખ પુરવઠા ખેંચની સ્થિતિમાં ચોખાની સંગ્રહખોરી અટકાવવા અને આદેશના અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્યો ખાસ દેખરેખ રાખશે. અન્ન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે સરકારી એજન્સીઓને ચોખાનું વિતરણ માટે દરેક શક્ય માધ્યમ તપાસવા સૂચના આપવામાં આવી છે.