PTC એડમિશન ગોટાળો
ગાંધીનગરની સેક્ટર 20 સ્થિત PTC સુવિધા કચેરીમાં PTC (D.El.Ed) એડમિશનના ચોથા રાઉન્ડમાં ગોટાળો ઉભો થયો છે. ઓનલાઇન પોર્ટલ પર 5000 ઉમેદવારોની સંમતિ માંગવામાં આવી હોવા સામે બેઠકોના આધારે 2000 ઉમેદવારોને રૂબરૂ હાજરી માટે 6 અને 7 નવેમ્બરે કૉલ કરવામાં આવ્યો હતો. તહેવારી સમયમાં અચાનક કોલ આવતા દૂરથી આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી મુશ્કેલીમાં ફસાયા હોવાનું દાખલાઓમાં દર્શાવવામાં આવ્યું છે.
સૂચના અને આયોજનમાં ખામીઓ આજની પ્રક્રિયામાં ઉમેદવારોને માહીતી પુરતી અને સમયસર ન આપવા પર આરોપ છે. વધારે ભાગના દુરના જિલ્લાઓમાંથી આવતા વિદ્યાર્થીઓએ કહ્યું છે કે તેમને પહેલાંથી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું નહોતું અને અચાનક ગાંધીનગર બોલાવવામાં આવ્યા. બનાસકાંઠાથી આવેલી એક વિદ્યાર્થિનીએ જણાવ્યુ કે, “અમારા ગામથી 3 કિલોમીટર ચાલ્યા પછી જ વાહન મળે છે. તહેવારોના કારણે બસોમાં ભારે ભીડ અને વાહન ન મળવાની સમસ્યા વચ્ચે અગાઉથી યોગ્ય માર્ગદર્શન આપ્યા વગર તાત્કાલિક ગાંધીનગર બોલાવી દેવાયા હતા.”
સોર્સ મુજબ કચ્છના નખત્રાણા વિસ્તારની એક વિદ્યાર્થિને જણાવ્યું કે, 7 નવેમ્બર સવારે 8:30 વાગ્યાના કોલ લેટર પ્રમાણે મેરિટ લિસ્ટ 6 નવેમ્બરે સવારે 11 વાગ્યે મુકવાની વાત હતી, પરંતુ રાત્રે 8 વાગ્યે PDF ફાઇલ અપલોડ કરવામાં આવી. પરિણામે ઘણા ઉમેદવારો મેરિટ યાદી જોયા વિના જ બપોરે 4 વાગ્યે બસ પકડીને નીકળી ગયા. સ્થાનિક રિક્ષાચાલકોએ પણ જણાવ્યું કે રાત્રે 1:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર રઝળતા રહ્યા.
મેનેજમેન્ટ ક્વોટા અને ફી અંગેના આક્ષેપ એડમિશન પ્રક્રિયા અંગે ફી સંબંધી ગંભીર આક્ષેપ પણ સામે આવ્યા છે. એક સરકારી શિક્ષકે નામ ન જણાવવાની શરતે દાવો કર્યો છે કે તેમના પરિવારને મેનેજમેન્ટ ક્વોટા માટે પહેલા ₹3 લાખ ફી કહેવામાં આવી હતી અને તેમણે ઘરમાંથી સોનું વેચીને ₹3 લાખ ભેગા કર્યા. પરંતુ જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે કોલેજ સંચાલકોએ સીધા ₹5 લાખની માંગણી કરી હોવાનું આ શિખકે જણાવ્યું છે. આ ફરિયાદો અને ગોટાળા અંગે અધિકારીઓનું કોઈ સત્તાવાર પ્રતિસાદ લેખન સમયે ઉપલબ્ધ નથી.