અમદાવાદ–રાજગીર ટ્રેનની માહિતી
પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે અમદાવાદ–રાજગીર ટ્રેન વચ્ચે અનરિઝર્વ્ડ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેનના નંબર 09441 અને 09442 રાખવામાં આવ્યા છે અને કુલ 4 ફેરા રહેશે.
ટ્રેનની સમયસૂચી
ટ્રેનની મુખ્ય વિગતો આ ખાસ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ શ્રેણીમાં રહેશે અને વધતા યાત્રિક દબાણને ધ્યાનમાં રાખીને સુપરફાસ્ટ સર્વિસરૂપે આયોજિત છે. ટ્રેન નંબર 09441 (આમદાવદ–રાજગીર): ટ્રેન નંબર 09441 અમદાવાદથી 4 અને 11 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 23:55 વાગ્યે ઉપડશે. સામાન્ય રીતે દર બુધવારે અમદાવાદથી રાત્રે 23:55 કલાકે ઉપડે અને દર શુક્રવારે સવારે 06:55 કલાકે રાજગીર પહોંચે છે.
ટ્રેન નંબર 09442 (રાજગીર–આમદાવદ): ટ્રેન નંબર 09442 રાજગીરથી 6 અને 13 નવેમ્બર, 2026ના રોજ સવારે 09:55 વાગ્યે ઉપડશે. સામાન્ય રીતે દર શુક્રવારે રાજગીરથી સવારે 09:55 કલાકે ઉપડે અને દર શનિવારે સાંજે 18:35 કલાકે અમદાવાદ પહોંચે છે.
સ્ટોપેજ
આ ટ્રેન બંને દિશામાં નીચેના સ્ટેશનો પર ઊભી રહેશે: આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હીંડોન સિટી, બયાના, ઈદગાહ, આગ્રા, ટુંડલા, સુબેદારગંજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર, શરીફ, નલંદા.
વધુ માહિતી ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.