સાબરમતી જેલ ધમકી
ગાંધીનગરમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) કચેરીને મળેલી સત્તાવાર ઈ-મેલ આઈડી પર અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલ તે ધમકીભર્યા ઈ-મેલને લઈને તાત્કાલિક હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રાથમિક કાર્યવાહી અને સર્ચ ઓપરેશન આ ઇમેઈલ મળતા જ રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા તમામ જેલ અધિક્ષકો અને જિલ્લા પોલીસ વડાઓને તરત જ હાઈ એલર્ટ રહેવાનું કેહવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સ્થાનિક પોલીસ ટીમોએ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પહોંચીને સ્નિફર ડોગ્સ, મેટલ ડિટેક્ટર અને અન્ય આધુનિક સાધનો સાથે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
જેલ પરિસરમાં આવતા મુલાકાતીઓ, વાહનો અને સપ્લાયનો કડક તપાસ કરવામાં આવે છે અને જેલ સ્ટાફ સિવાયની અનધિકૃત પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ મુકાયો છે. લક્ષ્યાંક અને વધારેલ સુરક્ષા વ્યવસ્થા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈ-મેલમાં અમદાવાદ સિવાય વડોદરા, રાજકોટ અને સુરતની જેલોને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સાબરમતી જેલને હાઈ સિક્યોરિટી ઝોન તરીકે ગણવામાં આવતાં, સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિતો, ગેંગસ્ટરો અને આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા કેદીઓ ત્યાં બંધ હોય એવા કારણે અંડા સેલ અને સંવેદનશીલ બેરેકો પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પેરીમીટર વોલ પર વોચ ટાવર અને સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ તીવ્ર કરવામાં આવ્યું છે.
સાયબર ક્રાઇમ દ્વારા ટેક્નિકલ તપાસ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમની ટેકનિકલ ટીમે ફોર્સેન્ઝિક્સ (FSL) ના ડિજિટલ નિષ્ણાતોની મદદ લીધી છે. પ્રાથમિક તપાસમાં ઇમેઈલ મોકલવા માટે પ્રોક્સી સર્વર, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) અથવા એન્ક્રિપ્ટેડ મેલ સર્વિસના ઉપયોગની સંભાવના તપાસવામાં આવી રહી છે. સાયબર સેલ ઈ-મેલ હેડર અને સર્વર લોગ્સના આધારે ડિજિટલ ફૂટપ્રિન્ટ એકત્ર કરી રહ્યું છે અને મેલ મોકલનારનું IP એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.