અમદાવાદમાં ફેક ID કૌભાંડ
અમદાવાદમાં ઓનલાઇન કેબ ડ્રાઇવર રણજીતસિંહ દંતાણી (49 વર્ષ)નો ફોટો મંજુરી સિવાય ઉપયોગ કરીને ‘દીપક’ નામના ફેક પ્રોફાઇલ પર આઇડી ચલાવવામાં રાખ્યો હોવાનું સામે આવ્યું છે. પીડિત ડ્રાઇવરે મનોજ ચતુર્વેદી ઉર્ફે અંકુશ બોડીગાર્ડ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
ઘટનાની વિગતો મુજબ, 49 વર્ષીય રણજીતસિંહ દંતાણી 7મી ઓક્ટોબરના રોજ અમદાવાદ એરપોર્ટ પાસે હતા. તેમના અન્ય ડ્રાઈવર મિત્રોએ તેમને જાણ કરી કે એરપોર્ટ સર્કલની નજીક ઇર્શાદ નામનાં એક વ્યક્તિના મોબાઇલમાં રણજીતસિંહના ફોટાની જગ્યાએ વાપરીને ‘દીપક’ નામની ફેક પ્રોફાઇલ બનાવવામાં આવી છે. તે પ્રોફાઇલ પર વાહન નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબરે પણ રજિસ્ટર થઇ ગયાં હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
સ્થળ પર પૂછપરછમાં ઇર્શાદે દાવો કર્યો કે તે ફોન મનોજ ચતુર્વેદી ઉર્ફે અંકુશ બોડીગાર્ડનો છે અને તે ફક્ત મુસાફરી માટે ટ્રિપ સ્વીકારવા માટે ફોનનો ઉપયોગ કરે છે. સ્થાનિક ડ્રાઇવરોએ ઘટના ગંભીરતા જોતા તરત જ 112 પર કૉલ કરી પોલીસને જાણ કરી જ્યારે પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી અને સંબંધિતોને એરપોર્ટ પોલીસ સ્ટેશન લઈ ગઈ.
ફરિયાદ અને તપાસ રણજીતસિંહએ આગળ પણ પોતાના ફોટાનો ગેરઉપયોગ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં ગેરરીતિ વિશે સાયબર ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હતી. ત્યારબાદ એરપોર્ટ પોલીસ મથકમાં મનોજ ચતુર્વેદી ઉર્ફે અંકુશ બોડીગાર્ડ અને ખોટા આઇડી પર વાહન અને લાઇસન્સ રજીસ્ટર કરાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરવા માંડી છે.