અમદાવાદમાં ફટાકડા ઉત્પાદનના તમામ લાયસન્સ રદ
અમદાવાદમાં દિવાળી પહેલા પોલીસ દ્વારા ફટાકડાના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ફટાકડા ઉત્પાદન માટેના તમામ 6 પરવાનાઓ રદ કે મોકૂફ કરવામાં આવ્યા હોવાથી હાલમાં એકપણ ઉત્પાદન એકમ કાર્યરત નથી. કાયમી વેચાણ પરવાનાઓ અંગે પણ પંચાયત મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉત્પાદન પરવાનાઓનું હાલનું સ્ટેટસ પોલીસ તપાસ પ્રમાણે શહેરમાં ફટાકડા બનાવવાના કુલ 6 પરવાનામાંથી 4 એકમોના પરવાનાં કાયમી રીતે રદ કરી દેવામાં આવ્યા છે અને 2 એકમોના પરવાનાં મોકૂફ રાખવામાં આવ્યા છે. પૂર્વમાં આ તમામ પરવાનાં રામોલ વિસ્તારોમાં જ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.
કાયમી વેચાણ પરવાનાઓ વિશે વિગતો શહેરમાં કાયમી ધોરણે ફટાકડા વેચાણ માટે કુલ 145 દુકાનસદ નોંધાયેલા છે. તેમાંમાંથી 105 લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા છે, જ્યારે 9 લાયસન્સ રદ અને 7 લાયસન્સ રોકવામાં આવ્યા છે. બાકી રહેલા 24 પરવાનાં મામલામાં ફાયર બ્રિગેડ સહિતની વિવિધ એજન્સીઓના અભિપ્રાય હેઠળ કામચાલું છે અને તેમાંથી 7 પરવાનાં પ્રોસેસ હેઠળ છે.
સાથે સાથે બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરનાર 17 વેપારીઓને લાયસન્સ રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી છે. હંગામી પરવાનાઓ અને પોલીસના આદેશ હંગામી લાયસન્સ માટે હાલમાં 96 અરજીઓ આપવામાં આવી છે; જેમાંથી સંબંધિત પોલીસ મથકોના સકારાત્મક અભિપ્રાયને ધ્યાનમાં રાખી 14 અરજીઓને મંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ અને તાજેતરમાં મળેલી નવી 3 અરજીઓ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનોનો રિપોર્ટ મળ્યા પછી ઝડપી નિર્ણય લેવામાં આવશે.
હંગામી લાયસન્સ સામાન્ય રીતે 30 દિવસની મુદત માટે આપવામાં આવે છે. ફટાકડા વેચાણ વખતે બે દુકાનો વચ્ચે ઓછામાં ઓછું 15 મીટરની દૂરિય રાખવી ફરજિયાત રહેશે. પોલીસ વડાઓએ તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈને તેમના વિસ્તારમાં લાયસન્સ વિના ગેરકાયદે ફટાકડાનું વેચાણ રોકવા માટે દુકાનોનું સતત તથા આકસ્મિક ચેકિંગ કરવાની કડક સૂચના આપી છે.