તમિલનાડુના થેની જેલમાંથી 17 કેદીઓ ફરાર, 1 ધરપકડ; બાકી 16 માટે 17 સ્પેશિયલ ટીમો કામગીરીમાં

થેની જેલમાંથી કેદીઓ ફરાર

તમિલનાડુના થેની જિલ્લામાં મોડી રાત્રે થેની જેલમાંથી 17 કેદીઓ ફરાર થયા તેનાં પગલે પોલીસ તંત્ર ચકચારમાં છે. સરકારી જાણકારી અનુસાર કેદીઓએ જેલના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો અને ‘બીમારીના બહાને’ તૈયાર કરેલા ષડયંત્ર દ્વારા જેલની સુરક્ષા તોડી ફરાર થયા.

પોલીસની તાત્કાલિક કાર્યવાહી દરમિયાન 1 કેદીને ઝડપવામાં આવ્યો છે અને બાકી 16ની ઘેરતી શોધખોળ ચાલી રહી છે. પોલીસી પ્રાથમિક વિગતો મુજબ ભાગેલા તમામ 17 આરોપીઓ એક જ સેલમાં બંધ હતા. મોડી રાત્રે એક કેદીએ તબિયત ખરાબ હોવાનું નાટક કર્યું હતું અને જેમજેલ કર્મચારીઓ સેલની અંદર તપાસ કરવા ગયા ત્યાં અગાઉથી આયોજન મુજબ કેદીઓએ હુમલો કરી સ્ટાફને બાધ્યા વગર જેલ વિસ્તારમાંથી ભાગી ગયા.

થેની જેલની ઊંચી દીવાલો અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આવી ઘટના થતા સ્થાનિક અને આસપાસના વિસ્તારમાં હડકંપ ફેલાઈ ગયો છે. પોલીસની કાર્યવાહી અને તપાસ દક્ષિણ ઝોનના IGP વિજયેન્દ્ર બિદારીએ સત્તાવાર રીતે માહિતગાર કર્યા છે કે તાત્કાલિક સર્ચ ઓપરેશન દરમિયાન ભાગેલા કેદીઓમાંથી 1 કેદીને પકડી લેવામાં આવ્યો છે.

બાકીના 16 કેદીઓને ઝડપી પાડવા માટે તંત્રે 17 સ્પેશિયલ ટીમોની રચના કરી છે અને તે સંભવિત સ્થળોએ દરોડા પાડી રહી છે. પોલીસે ફરાર આરોપીઓના ફોટોગ્રાફ્સ તૈયાર કરીને સમગ્ર પ્રદેશના તમામ પોલીસ સ્ટેશનો, હાઈવે પેટ્રોલિંગ ટીમો અને સરહદી ચેકપોસ્ટ્સને મોકલી આપ્યા છે. આસપાસના જિલ્લાઓમાં હાઈ એલર્ટ કેદીઓ સરહદ પાર ન કરી શકે તે હેતુથી આસપાસના જિલ્લાઓમાં તંત્રે સુરક્ષા કદ્દોર કરી દીધી છે.

ખાસ કરીને 16 સ્થળોએ ચેકપોસ્ટ લગાવવામાં આવ્યા છે અને ઇડુક્કી, મદુરૈ તથા દિંડીગુલ જિલ્લાના પોલીસને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. ફરાર કેદીઓની ઓળખ લિંગમરાજા, સિંગંધરકરુપ્પસામીસિલમ્બરસનતિરુપતિમેંજીસુંદરમસબરીપોન, મુથુનિજાંતકાર્તિક, રાજામુગિલનસેલ્વાતરુણરાજકુમારપ્રવીણમુથુ, ઇલંગોરજુવીન છે.