સાપ્તાહિક રાશિફળ: 26 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2026

સાપ્તાહિક રાશિફળ 26 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2026

જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી. લાઠીયા અનુસાર, 26 ઓક્ટોબરથી 01 નવેમ્બર સુધીનું સાપ્તાહિક રાશિફળ તમામ રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે. કેટલાક જાતકો માટે મુસાફરી, સામાજિક કાર્ય અને નવા પરિચયો વધવાની સંભાવના છે, જ્યારે કેટલાક રાશિના જાતકોએ વાતચીતમાં સંયમ રાખવો, ઉતાવળ ટાળવી અને ધીરજ જાળવવી જોઈએ. આયોજનબદ્ધ કામગીરી અને વ્યવહારિક અભિગમ અપનાવવાથી આ સપ્તાહ વધુ ફળદાયી બની શકે છે.

રાશિઓ પ્રમાણે ધ્યાન આપવાની બાબતો

મેષ: લોકો સાથે મુલાકાત વધશે; તેમાં સમય વ્યસ્તતા અને સમયનો વ્યય થઈ શકે છે. ધીરજ રાખવી હિતાવહ છે. મુસાફરીની સંભાવના છે અને ખોટા ખર્ચ થવાની શક્યતા પણ રહેશે.

વૃષભ: તમારી વાણીનો પ્રભાવ સારો રહેશે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત થઈ શકે છે અને નવા કાર્યના વિચારો આસપાસ આવતા દેખાશે.

મિથુન: આત્મવિશ્વાસ સારો રહેશે અને તેનું સકારાત્મક પ્રભાવ તમારા કામ અને વ્યવહારમાં જોવા મળશે. વ્યવહારિક અભિગમ રાખવાથી કામમાં ફાયદો થશે અને પ્રતિભાની ઓળખાણ બની શકે છે.

કર્ક: લોકોને મળવાની અને જે કંઈક જાણવા ઇચ્છા વધશે. ઉતાવળની વૃત્તિ વધારે હોઈ શકે છે, તેથી ધીરજ જરૂરી છે. કોઈ સાથે મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો અને શાંતિથી સમય પસાર કરો.

સિંહ: વાતચીતમાં કાળજી રાખવી અને મજાકવૃત્તિ ટાળવી કે જેથી ગેરસમજ ન થાય. નવું આયોજન બનવાની શક્યતા છે. થાક થવાની શક્યતા વધુ છે, તેથી આરામ માટે સમય કાઢવો જરૂરી રહેશે.

કન્યા: સહયોગની ભાવના વધુ રહેવાની સંભાવના છે. પરિચિતો સાથે વધુ સમય પસાર થઇ શકે અને કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી સેવા કરવાની તત્પરતા દેખાશે. પસંદગીની ખરીદી પણ થઇ શકે છે અને ઉત્સાહ સારું રહેશે.

તુલા: વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચો જેથી કોઈની સાથે તર્ક વિવાદ ન થાય. અંગત કાર્યોમાં સમયનો વ્યય થઇ શકે છે; યોગ્ય આયોજન જરૂરી છે. કામના અંતે થાક વધુ જણાશે.

વૃશ્ચિક: તમારા કાર્યમાં ઉત્સાહ સારો રહેશે અને અન્યનો સહયોગ મળવાનો સંકેત છે. અતિ ઉત્સાહમાં ન જઈએ અને આરામ માટે સમય રાખવો હિતાવહ રહેશે. ફુરસદના સમયમાં ઇતર પ્રવૃત્તિમાં સમય પસાર થઇ શકે છે.

ધન: વાર્તાલાપમાં સમય વધુ પસાર થઇ શકે છે; જો અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત છે પરંતુ તેમાં ધ્યાન આપવું જરૂરી રહેશે. નવું જાણવાની વૃત્તિ વધુ દેખાશે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે છે.

મકર: મિત્રો અને પરિચિતો સાથે વ્યસ્તતા વધશે; નવા મિત્ર બનવાની શક્યતા છે. વાહન ધીમે ચલાવવી હિતાવહ છે. ખોટા ખર્ચ પર અંકુશ રાખવો અને ગેરસમજથી બચવું જરૂરી છે.

કુંભ: લોકો સાથે સુમેળ સારું રહેશે અને નવા આયોજનની શક્યતા છે. નવી જાણકારી મળવાની શક્યતા છે અને સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપી શકો છો. નવા પરિચય થઈ શકે છે.

મીન: કોઈપણ કાર્યમાં ઉતાવળ ન કરવી અને વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી ગેરસમજ ન ઉભી થાય. વ્યવહારિક અભિગમ અને ધીરજ રાખવાથી યોગ્ય પ્રતિસાદ મળશે. ગણતરીપૂર્વક વ્યવહાર કરવો.