ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ બારામુલ્લામાં કરેલ સંમેલનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કાશ્મીરીઓના અસ્તિત્વને પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવામાં આવતા જ બચવું છે.
અબ્દુલ્લાએ કહ્યું, “કાશ્મીરીઓ માત્ર એટલા માટે બચેલા છે કારણ કે પાકિસ્તાન દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવતું રહે છે, બાકી તેમના પ્રત્યે ભારત સરકારના ઈરાદા બરાબર નથી.” તેમણે કલમ 370 ફરી લાગુ કરવાની માંગ પણ કરી.
ભાજપનો પ્રતિભાવ
ફારૂક અબ્દુલ્લાના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ કડક વિરોધ નોંધાવ્યો છે. જમ્મુ-કાશ્મીર ભાજપના નેતા યુદ્ધવીર સેઠીએ આ નિવેદનની આકરી ટીકા કરી અને ફારૂક અબ્દુલ્લા વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધવાની તેમજ તેમને પોતાના નિવેદન બદલ દેશની માફી માંગવાની માંગ કરી છે.
અબ્દુલ્લાના અન્ય મુદ્દા
અબ્દુલ્લાએ લોકોને એકજૂટ રહેવાની અને પોતાના હક માટે લડવાની હાકલ કરી. તેમણે જણાવ્યું કે, “જ્યાં સુધી તમે પોતાના પગ પર ઊભા નહીં રહો, ત્યાં સુધી તમને ક્યારેય સન્માન નહીં મળે.” તેમણે કહ્યું કે અનેક રાજકીય નેતાઓએ લોકોને અત્યાચારનો સામનો કરાવ્યો છે.
ફારૂક અબ્દુલ્લાએ નવી પેઢીને લઈને ચિંતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “આપણા બાળકો કોઈ ઈતિહાસ જાણતા નથી.” તેમણે જણાવ્યું કે, “જમ્મુમાં NC, કોંગ્રેસ અને BJP છે અને કાશ્મીરમાં વિવિધ પાર્ટીઓને ઉભા કરવામાં આવ્યા છે.”
અબ્દુલ્લાએ કેન્દ્ર અને ભાજપ પર આક્ષેપ કર્યા અને જણાવ્યું કે, “જમ્મુ-કાશ્મીરની ઓળખ છીનવી લેવામાં આવી છે.” તેમણે કલમ 370 ની પુનઃસ્થાપના માટે લડત ચાલુ રાખવાની વાત કરી.