નર્મદા: એકતાનગર ખાતે એકતા ક્રૂઝ
નર્મદા જિલ્લામાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉમેરાયું છે. નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે નવી ‘એકતા ક્રૂઝ’ તૈયાર કરવામાં આવી છે. આ ક્રૂઝ દ્વારા એકતાનગરની મુલાકાતે આવતા દેશ–વિદેશના પ્રવાસીઓને રિવર ટુરિઝમનો અનુભવ પૂરો પાડવાનો ઉદ્દેશ છે.
ક્રૂઝની સુવિધાઓ
ક્રૂઝનું નિર્માણ સુરક્ષા, આરામ અને પ્રદર્શનક્ષમતા ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મુખ્ય સુવિધાઓમાં 600 મુસાફરોની ક્ષમતા, 360 ચોરસ મીટર વિસ્તાર, 400 હોર્સપાવર (HP)નું એન્જિન, અને ચાર ડીઝલ જનરેટર સેટનો સમાવેશ થાય છે. મનોરંજન માટે લાઇવ મ્યુઝિક સિસ્ટમ અને આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ છે.
પ્રવાસન પર અસર
એકતા ક્રૂઝ શરૂ થતા એકતાનગર ખાતે રિવર ટુરિઝમ અને મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. આક્રૂઝ દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં આવતા પ્રવાસીઓનો અનુભવ વધુ સમૃદ્ધ બનશે અને નર્મદા રિવરફ્રન્ટનું સારો ઉપયોગ થઈ શકે છે.
ક્રૂઝ પર વિવિધ કાર્યક્રમો અને કેટરિંગ દ્વારા આવક સર્જવાની તકો ઉભી થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જે એકતાનગરની પર્યટક-સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરશે.