ગુજરાત સરકારના પેન્શનરોનો લાભ: પાંચમા પગાર પંચ હેઠળ DA વધીને 443% થયું, એરિયર્સની ચુકવણીઃ શેડ્યૂલ જાહેર

ગુજરાત સરકારના પેન્શનરોનો લાભ

ગાંધીનગર, 24 ઓક્ટોબર 2026: ગુજરાત સરકારે રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ અને ફેમિલી પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. નાણાં વિભાગના ઠરાવ અનુસાર પાંચમા પગાર પંચ (5મા પગાર પંચ) હેઠળનો મોંઘવારી ભથ્થો (ટેમ્પરરી ઇન્ક્રીઝ – TI) પહેલાના 381% દરથી વધારીને હવે 443% કરવામાં આવ્યો છે.

ઠરાવમાં અલગ-અલગ તિથિઓ માટે તબક્કાવાર દરો નક્કી કરવાથી અમલ પણ તબક્કાવાર રહેશે અને એરિયર્સની ચુકવણી માટે વિગતવાર શેડ્યૂલ પણ આપવામાં આવ્યો છે. કેવા કર્મચારીઓને લાભ થશે આ ઠરાવ પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન અને ફેમિલી પેન્શન મેળવનાર તમામ રાજ્ય પેન્શનર્સ પર લાગુ પડશે.

મોંઘવારી ભથ્થાના તબક્કાવાર દરો

નાણાં વિભાગે આ સંબંધમાં ઠરાવ બહાર પાડ્યો છે અને દરોમાં ફેરફાર તથા એરિયર્સની ચુકવણી અંગે માર્ગદર્શન આપ્યું છે. મોંઘવારી ભથ્થાના તબક્કાવાર દરો ઠરાવ મુજબ માસિક મોંઘવારી ભથ્થાના દરો તબક્કાવાર રીતે નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે:

  • 1 જુલાઈ, 2022થી: 396%
  • 1 જાન્યુઆરી, 2023થી: 412%
  • 1 જુલાઈ, 2023થી: 427%
  • 1 જાન્યુઆરી, 2024થી: 443%

એરિયર્સ અને ચુકવણીનું શેડ્યૂલ ઠરાવમાં 1 જુલાઈ, 2021થી ચૂકવવાપાત્ર એરિયર્સની ચુકવણીનું પણ વિગતવાર શેડ્યૂલ મૂકવામાં આવ્યું છે. તેમાં જુલાઈ 2021થી જૂન 2024 સુધીના સમયગાળા માટે તબક્કાવાર તફાવત તરીકે 56% થી લઈને 131% સુધીનો અંતર દર્શાવવામાં આવ્યો છે.

નાણાં વિભાગ દ્વારા બહાર પાડાયેલ ઠરાવમાં આપવામાં આવેલી આ માહિતી અનુસાર પેન્શનર્સને વધારાના દરો અને તેના માટેની એરિયર્સની ચુકવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.