સીએનજીનો ભાવ વધારો
વડોદરા સહિત ગુજરાતમાં આજે સીએનજીના ભાવમાં કિલો પ્રતિ ₹4.45નો વધારો થતાં દર ₹98.47 પહોંચી ગયો છે. ગુજરાત સારથી સંઘ અને વડોદરા રીક્ષાચાલક યુનિયને સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાવવધારો પાછો ખેંચવામાં આવે તેમજ રીક્ષાચાલકોને રાહત અપાય.
ભાવવધારાની વિગત યુનિયનના જણાવ્યા અનુસાર અગાઉ સીએનજીનો દર એક કિલો માટે ₹94.02 હતો જેમાં ₹4.45નો વધારો થતા દર હવે ₹98.47 થઇ ગયો છે. આ વધારાને કારણે ગેસનો ખર્ચ વધ્યો છે અને રીક્ષાચાલકોને વાહનના સમારકામ અને ઘરખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
યુનિયનની સરકાર સામે રજૂઆત ગુજારાત સારથી સંઘ અને વડોદરા રીક્ષાચાલક યુનિયને દ્વારા રજૂઆતમાં સરકારને રીક્ષાચાલકોની રાહત અને મુસાફરો પર વધારાનો ભાર ન પડે તે માટે ખાસ આયોજન અમલમાં મૂકવાની વિનંતી કરવામાં આવી છે.
યુનિયનની માગ
યુનિયનની માગત આગળ મુજબ છે: રીક્ષાચાલકોને ગેસના ખર્ચમાં રાહત આપવા માટે વિશેષ યોજના અમલમાં મૂકવી. ભાવ નક્કી કરવાની પ્રક્રિયા પારદર્શક બનાવવી અને ભાવવધારાના કારણોની સમીક્ષા કરવી. સમયાંતરે ભાડાની સમીક્ષા કરવા અને રીક્ષાચાલકો તથા મુસાફરોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવાની વ્યવસ્થા કરવી. જાહેર પરિવહનનો ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા સંકલિત પગલાં લેવા વિનંતી.
યોગ્ય પ્રભાવ અંગે યુનિયનનો દાવો યુનિયનનો કહેવું છે કે સીએનજીના ભાવવધારા કારણે જ જો રીક્ષાભાડા વધે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, મહિલાઓ, વડીલો અને સામાન્ય પરિવારોનાં ખિસ્સા પર પડશે. તેથી રીક્ષાચાલકોને રાહત આપવા અને મુસાફરો પર વધારાનો આર્થિક બોજ લાગતા રોકવા સરકારને હસ્તક્ષેપ કરવા કહવામાં આવ્યું છે.