નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનની મંજૂરી
રેલવે બોર્ડે ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા સાબરમતી અને વારાણસી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી છે. ટ્રેન નંબરો 12206/12205 હેઠળ આ ટ્રેન LHB કોચ સાથે દરરોજ સંચાલિત કરવામાં આવશે.
ટ્રેનનું સંચાલન અને સમયસૂચી
રેલવે બોર્ડે ટ્રેનનું વહેલું સંચાલન શરૂ કરવા માટે સંબંધિત ઝોનને જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ટ્રેન નંબર 12206 (વારાણસી → સાબરમતી) — ટ્રેન નંબર 12206 વારાણસીથી સાંજે 17:30 કલાકે ઉપડી બીજા દિવસે સાબરમતી રાત્રે 20:15 કલાકે પહોંચશે. 12205 (સાબરમતી → વારાણસી) — ટ્રેન નંબર 12205 સાબરમતીથી સવારે 5:20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 6:30 કલાકે વારાણસી પહોંચશે.
રુટ અને સ્ટોપેજ
રૂટ અને સ્ટોપેજ સબંધીત આદેશ મુજબ, ટ્રેન મિર્ઝાપુર, સુબેદારગંજ, ગોવિંદપુરી, ટુંડલા જંક્શન, ઇદગાહ, આગ્રા જંક્શન, ભરતપુર, નદબઈ, ખેરલી, માંડાવર મહુવા રોડ, બાંદીકુઈ, ગાંધીનગર જયપુર, જયપુર, કિશનગઢ, અજમેર, બ્યાવર, મારવાડ, ફાલના, આબુ રોડ, પાલનપુર અને મહેસાણા સહિતના સ્ટેશનો પર કોમર્શિયલ સ્ટોપેજ આપશે.
આધુનિક LHB કોચ
રેક, કોચ અને મેન્ટેનન્સ રેલવે બોર્ડના આદેશ મુજબ ટ્રેનમાં આધુનિક LHB કોચ લગાવવામાં આવશે અને સંચાલન માટે 3 LHB રેક ફાળવવામાં આવશે. ટ્રેનનું પ્રાથમિક મેઇન્ટેનન્સ વારાણસીમાં કરવામાં આવશે. ગોવિંદપુરી, ટુંડલા, જયપુર અને અજમેર સ્ટેશનો પર કોચમાં પાણી ભરવાની વ્યવસ્થા રાખવાની સૂચના આપવામાં આવી છે.
સંચાલન શરૂ કરવાની સ્થિતિ ટ્રેનની શરૂ કરવાની ચોક્કસ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. રેલવે બોર્ડે વહેલી તકે તેનો સંચાલન શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.