ગુજરાતમાં 1 kW સોલાર રૂફટોપ માત્ર રૂ.5,400માં; સરકારની સબસિડી 90% સુધી વધારી

ગુજરાતમાં સોલાર રૂફટોપ સબસિડી 90% સુધી વધારી

ગુજરાત રાજ્યની કેબિનેટે સોલાર રૂફટોપ સબસિડી 90% સુધી વધારવાની જાહેરાત કરી છે. પીએમ સૂર્ય ઘર યોજનાનો ફાયદો લઈ હવે સામાન્ય નાગરિકો 1 kW સિસ્ટમ માટે માત્ર રૂ.5,400 ચૂકવશે અને SC/ST વર્ગના લાભાર્થીઓ માટે તે રકમ રૂ.2,700 રહેશે.

રાજ્ય સરકાર આ માટે અંદાજે રૂ.1,000 કરોડનો વધારાનો ખર્ચ ભોગવશે અને તે 3 લાખથી વધુ પરિવારોને લાભ આપવાનો ઉદ્દેશ રાખે છે. 1 kW માટે ખર્ચ અને સબસિડીનું વિભાજન નીચે પ્રમાણે છે:

  • કુલ બેન્ચમાર્ક ખર્ચ: રૂ.54,000
  • કેન્દ્ર સરકારની સહાય: રૂ.32,400
  • રાજ્ય સરકારની નવી સબસિડી: સામાન્ય વર્ગ માટે રૂ.16,200, SC/ST માટે રૂ.18,900
  • ગ્રાહકે ચૂકવવાની ચોખ્ખી રકમ: સામાન્ય નાગરિક માટે રૂ.5,400 (બાકી 10%), SC/ST માટે રૂ.2,700 (બાકી 5%)

અગાઉ ગ્રાહકે ભરવી પડતી રકમ: રૂ.21,600

2 kW માટે ખર્ચ અને સબસિડીનું વિભાજન

2 કિલોવોટ ક્ષમતા માટે સરકાર અને ગ્રાહક વચ્ચેનો વિભાજન આ રીતે છે:

  • કુલ બેન્ચમાર્ક ખર્ચ: રૂ.1,07,200
  • કેન્દ્ર સરકારની સહાય: રૂ.62,800
  • રાજ્ય સરકારની નવી સબસિડી: સામાન્ય વર્ગ માટે રૂ.33,680, SC/ST માટે રૂ.39,040
  • ગ્રાહકે ચૂકવવાની ચોખ્ખી રકમ: સામાન્ય નાગરિક માટે રૂ.10,720 (બાકી 10%), SC/ST માટે રૂ.5,360 (બાકી 5%)

અગાઉ ગ્રાહકે ભરવી પડતી રકમ: રૂ.44,400

સરકારી જાહેરાત અને અપેક્ષિત ફાયદા

નવાં નિયમ અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય મળીને કુલ 90% સુધીની સબસિડી મળશે, જેના કારણે સામાન્ય ગ્રાહકને માત્ર 10% અને SC/ST વર્ગના ગ્રાહકને માત્ર 5% જ ખર્ચ કરવો પડશે. સરકારનો દાવો છે કે આ પગલાથી ઘરગથ્થુ વીજળી બિલમાં રાહત મળશે અને વધુ પરિવારો સોલાર રૂફટોપ લગાવી શકશે.

પૂર્વ નીતિ અને ફેરફાર: અગાઉ-કેન્દ્ર ની સબસિડી મેળવાનાર લાભાર્થીઓને રાજ્યતરફથી અલગ સહાય મળતી નહોતી. હવે રાજ્ય સરકારે કેન્દ્રની સ્કીમ સાથે પોતાની વધારાની સબસિડી ઉમેરવાની વ્યવસ્થા કરી છે, જેથી વધુ પરિવારોને તરત અને સીધો લાભ મળવાની શક્યતા વધે છે.

રાજ્યની હાલની સ્થિતિ: ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે અને રાજ્ય આ ક્ષેત્રમાં આગળ છે. રાજ્ય દ્વારા કરવામાં આવેલી નવી સબસિડીથી આશરે 3 લાખથી વધુ પરિવારોને લાભ આપવાનો ઉદ્દેશ વ્યકત કરવામાં આવ્યો છે.