AMC કમિશનર લાલઘૂમ: રસ્તા પરથી શાકભાજીના ફેરિયા હટાવાશે, પ્રદૂષણ ફેલાવતી સાઈટો થશે સીલ

AMC કમિશનર લાલઘૂમની કડક કાર્યવાહી

અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધતા, AMC કમિશનરે સપ્તાહિક સમીક્ષા બેઠકમાં કડક કામગીરીની હુકમનામા બહાર પાડ્યા છે. કમિશનરે પ્રદૂષણ ફેલાવતી સાઈટોને સીલ કરવાની અને રસ્તા પર ચાલતા શાકભાજીના ફેરિયાઓને હટાવી માટે ખાલી પ્લોટ ફાળવવાની સૂચના આપી છે.

કમિશનરે વિલંબમાં ચાલી રહેલા પ્રોજેક્ટોને ઝડપી પુરા કરવા માટે 100 દિવસમાં 100 પ્રોજેક્ટ પૂરા કરવા ઉપર જોર આપ્યો છે. બાંધકામ સાઈટો અને પ્રદૂષણ નિયંત્રણ સમીક્ષા દરમિયાન એ જણાવાયું કે શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘણા સમયથી 150થી ઊંચો જોવા મળતો રહે છે.

કમિશનરે તમામ બાંધકામ સાઈટો પર જઇને પાણીનો છંટકાવ કરવા તથા જરૂરી પગલાં ન લેવાયા તો તે સાઈટો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. શાકભાજીના ફેરિયાઓનું સ્થાનાંતરણ ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે કમિશનરે શાકભાજીના ફેરિયાઓને કોઈપણ સંજોગોમાં રોડ પરથી હટાવવા અને દરેક વિસ્તારમાં તાત્કાલિક ખાલી પ્લોટ ફાળવવાની આદેશ આપ્યો.

ઉત્તર ઝોનમાં હવાનું પ્રદૂષણ વધવાના કારણોને લઈ પુછતા નાયબ કમિશનરે ત્યાં વધુ બાંધકામ કામ ચાલતા હોવાની વાત કરી. નાયબ કમિશનરે કેટલાક વિસ્તારમાં પ્લોટ ન હોવાનો જવાબ આપતા કમિશનર અકળાયા હતા અને તેમને તમામ ઝોનના એસ્ટેટ ઓફિસરોને બોલાવી મિટિંગ કરીને આખો દિવસ ચર્ચા કરી પ્રત્યેક ઝોનમાં ખાલી પ્લોટો ઓળખવા અને તેમાં ફેરિયાઓને ખસેડવા કહેવામાં આવ્યું.

100 દિવસમાં 100 પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો આદેશ સમિતિ દરમિયાન વિલંબમાં ચાલી રહેલા પ્રોજેક્ટો પર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં કમિશનરે જગ્યાએ ઝડપ લાવવા અને 100 દિવસમાં 100 પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવાની સૂચના આપી.

અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તાત્કાલિક રીતે 108ની જેમ કામગીરી કરવાની હુકમ. શહેરનો હીટ એક્શન પ્લાન તાત્કાલિક બનાવવાનો આદેશ. તળાવો ઊંડા ઉતારવાની કામગીરીનું આયોજન કરવું. આરડબલ્યુએના કર્મચારીઓને રાખવાના ધારા-ધોરણ નક્કી કરવા સૂચના. બલ્ક વેસ્ટ જનરેશનમાં મ્યુનિસિપલની તમામ એકમોના રજિસ્ટ્રેશન કરાવવાનું કહેવામાં આવ્યું.

એએમટીએસની બસો તેમના નિશ્ચિત સ્ટેન્ડ પર જ ઉભી રહે તે સુનિશ્ચિત કરવા ડ્રાઇવરોને કડક તાલીમ આપવાની અને જરૂર પડે તો રોડ પર માર્કિંગ કરવાની સૂચના.