કોકરોચ જનતા પાર્ટીની (CJP) નેતા સૌરવ દાસ (27) અને આશુતોષ રાંકા (31)ને દિલ્હી અદાલતે જામીન પર મુક્ત કર્યા છે. બંને છેલ્લા 8 દિવસથી ન્યાયિક કસ્ટડીમાં હતા અને પોલીસને વધુ 3 દિવસની કસ્ટડી માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી.
CJP નેતાઓના કેસની વિગતો
બંને પર કનોટ પ્લેસ અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ FIR સંબંધિત મુદાઓમાં કાર્યવાહી નોંધાઈ છે. સુનાવણી અને કોર્ટનો નિર્ણય બંને નેતાઓની વર્તમાન કસ્ટડી મુદત પૂર્ણ થતાં તેમને સુનાવણી માટે SEM કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે કસ્ટડી વધારવા માટે વધુ 3 દિવસની માગણી કરી હતી, પરંતુ કોર્ટે તે માંગણી ફગાવી દીધી અને બંનેને જામીન આપ્યું.
હાઈકોર્ટની ટિપ્પણી અને પ્રશ્નો સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજદારો દ્વારા સીધા હાઈકોર્ટમાં આવવા બદલ ફટકાર લગાવ્યો અને પૂછ્યું કે કાયદામાં અન્ય પ્રતિકાર માર્ગો અને અપીલ ઉપલબ્ધ હોવા છતાં અરજદારો સીધા બંધારણના આર્ટિકલ 226 હેઠળ હાઈકોર્ટ કેમ આવ્યા. અદાલતે બોન્ડની શરતોના ભંગ, જામીનદારોને નકારવાના કાનૂની પાસાઓ અને મેજિસ્ટ્રેટની સત્તા અંગે પણ કડક સવાલો ઉઠાવ્યા.
સુનાવણી દરમિયાન વકીલે જણાવ્યું કે સૌરવ દાસની ઉંમર 27 વર્ષ અને આશુતોષ રાંકાની ઉંમર 31 વર્ષ છે; અદાલતે ટિપ્પણી કરી કે તેઓ ‘Gen Z’ની શ્રેણીમાં નથી આવતા. FIR અને લગાવવામાં આવેલી કલમો કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન: FIRમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223A, 332 અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સંસદ માર્ગ પોલીસ સ્ટેશન: બીજી FIRમાં કલમ 221, 115(2), 132, 121(1) અને 3(5) લાગુ કરવામાં આવી છે.