બાંગ્લાદેશમાં ઓરીનો પ્રકોપ: અત્યાર સુધી 1,147 લોકોના મોત, 2,02,000 શંકાસ્પદ કેસ

બાંગ્લાદેશમાં ઓરીનો પ્રકોપ

બાંગ્લાદેશમાં ઓરીનો પ્રકોપ ઝડપથી વધ્યો છે અને અત્યાર સુધીમાં 1,147 લોકોના મોતની નોંધ પડી છે. WHOના ડેટા અનુસાર, માર્ચ 2026 થી 9 ઓક્ટોબર 2026 દરમિયાન દેશમાં 2,02,000 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને તેમાંથી 22,000 કેસ લેબમાં પુષ્ટિ થયેલા છે. મૃતકોમાં 94% એવા બાળક હતા જેઓ પાંચ વર્ષથી ઓછી ઉંમરના હતા.

UNICEF અને WHOની પ્રતિક્રિયા

UNICEF અને WHOએ બાળકો માટે ઈમરજન્સી વેક્સિનેશન કેમ્પેઇન શરૂ કર્યું છે. WHO અનુસાર ઓરીને નિયંત્રિત કરવા માટે રસીકરણ કવરેજ ઓછામાં ઓછા 95% હોવી જરૂરી છે. પ્રકોપનું પૃષ્ઠભૂમિ અને જોખમ WHO ના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે 2025માં રસીકરણ કવરેજમાં થયેલા ઘટાડા — જેને રિપોર્ટમાં રાજકીય અસ્થિરતા અને વહીવટી અવરોધોના કારણે માનવામાં આવ્યું છે — હાલની સ્થિતિ માટે પ્રેરક કારણ બન્યું છે.

અમેરિકામાં પરિસ્થિતિ

WHO ના રસી સલાહકાર પ્રોફેસર માર્ક જીતેએ ચેતવણી આપી છે કે આવો પ્રકોપ માત્ર એક દેશમાં સીમિત નહીં રહે અને નબળી આરોગ્ય પ્રણાળી ધરાવતા અન્ય દેશો માટે પણ ગંભીર જોખમ છે. 2026 દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકામાં પણ ઓરીના કેસ વધ્યા છે અને ઓક્ટોબર 2026 સુધી અમેરિકામાં 4,410થી વધુ કેસોની પુષ્ટિ થઈ છે. સૌથી મોટો પ્રકોપ પેન્સિલવેનિયા રાજ્યમાં નોંધાયો છે, જ્યાં 1,200થી વધુ કેસ નોંધાયા હતા.

ઓરીના લક્ષણો

અહેવાલ પ્રમાણે ચેપગ્રસ્તોમાં અંદાજે 96% એવા લોકો હતા જેમણે MMR રસી લીધેલી નહોતી. ઓરીના સામાન્ય લક્ષણો ઉચ્ચ તાવ: 105 ડિગ્રી ફેરનહીટ સુધીનો તીવ્ર તાવ, સૂકી ઉધરસ અને નાક વહેવું, આંખો લાલ થવી (કંજંકટિવાઇટિસ), મોઢાના અંદર નાના સફેદ ધબ્બા (કોપ્લિક સ્પોટ્સ), ચહેરા અને કાનની પાછળથી શરૂ થતા લાલ/જાંબલી રંગના ચકાઓ અને એનો સમગ્ર શરીર પર ફેલાવા.