વર્ષો પહેલા પરણેલા પણ હવે લાઈનમાં ઊભા: મેરેજ સર્ટિફિકેટ માટે ગુજરાતભરમાં કેમ મચી ગઈ દોડધામ?

મેરેજ સર્ટિફિકેટ માટે ગુજરાતમાં દોડધામ

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ગત 1 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારે ગેઝેટ નોટિફાય કર્યું છે. આ ઐતિહાસિક કાયદાની જાહેરાત થતા જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મેરેજ સર્ટિફિકેટ મેળવવા દોડધામ મચી ગઈ છે. સામાન્ય રીતે રોજના 150થી 200 અરજીઓની જગ્યાએ હાલમાં રોજાના અંદાજે 700થી 800થી વધુ દંપતીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

ઓનલાઈન પોર્ટલ પર ભારણ વધતા એપોઈન્ટમેન્ટ સ્લોટ્સ માટે 7 થી 10 દિવસનો વેઈટિંગ સમય જોવા મળી રહ્યો છે. દરરોજની અરજીઓમાં વૃદ્ધિ — ઉપલબ્ધ આંકડા સામાન્ય દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ પર દૈનિક સરેરાશ 150થી 200 ફોર્મ સબમિટ થતા હતાં. UCC ગેઝેટ નોટિફિકેશન પછી આ આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે.

સૂત્રો અને ઓનલાઈન ટ્રાફિક વિશ્લેષણ મુજબ, છેલ્લા 48થી 72 કલાકમાં અરજીઓમાં 3થી 4 ગણો વધારો નોંધાયો છે. હાલ રોજના આશરે 700થી 800થી વધુ દંપતીઓ રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છે. ડિજિટલ પોર્ટલ પર અસર અને વેઈટિંગ સમય ડિજિટલ પોર્ટલ પર અરજીઓમાં તેજ વધારો થવાથી બેકએન્ડ પર લોડ વધ્યો છે.

સામાન્ય દિવસોમાં જે એપોઈન્ટમેન્ટ સ્લોટ હવે 2થી 3 દિવસમાં મળી જતું હોય તે હવે ભારે માંગને કારણે 7થી 10 દિવસના વેઈટિંગ પીરિયડ પર પહોંચી ગયું છે. પરિણામે નાગરિકોને ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કર્યા બાદ ફિઝિકલ વેરિફિકેશન માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે.

UCCની જોગવાઈઓ અને દંડ

UCC હેઠળ લગ્નની નોંધણી સંબંધિત નિયમો અનુસાર લગ્ન થયાના 60 દિવસની અંદર નોંધણી કરાવી એ કાનૂની ફરજ બની છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં નોંધણી ન કરવામાં આવે તો દંડની જોગવાઇ થાય છે, જેમાં 10 હજાર અને 25,000 રૂપીયા સુધીનો દંડ સમાવવામાં આવ્યો છે. દંડના ભયને કારણે અરજીઓમાં રાતોરાત વધારો નોંધાયો છે.

ડિજિટલ પરિવર્તન અને કોર્પોરેશનની વ્યવસ્થા AMC દ્વારા ઓગસ્ટ 2026થી સમગ્ર લગ્ન નોંધણી પ્રક્રિયાને 100% પેપરલેસ અને ડિજિટલ કરવામાં આવી છે. નાગરિકો ઘરે બેઠા જ પોતાના દસ્તાવેજો અપલોડ કરી શકે છે, જેના કારણે વોર્ડ ઓફિસોમાં પહેલા જેની ફિઝિકલ કતારો દેખાતી હતી તે ઘટી છે.

તેમ છતાં, ઓનલાઈન અપલોડ પછી ફિઝિકલ વેરિફિકેશન માટે ઉપલબ્ધ એપોઈન્ટમેન્ટ સ્લોટ્સની અછત સર્જાઈ હોવાથી સેવા પ્રાપ્તિમાં વિલંબ અનુભવાયો છે. નાગરિકોના પ્રશ્નો અને શક્ય અસર અહેવાલોમાં ઉલ્લેખ છે કે નાગરિકો વચ્ચે ચર્ચા છે કે UCC પૂરેપૂરૂ અમલમાં આવે અને મેરેજ સર્ટિફિકેટ ન હોય તો પાસપોર્ટમાં નામ બદલવું, સંયુક્ત બેન્ક ખાતા ખોલાવવા, વારસાહકો અને વીમા ક્લેઈમ જેવી કેટલીક નાણાકીય અને સરકારી કામગીરીઓ અટકી શકે છે.