દાંતની સારવાર અંગેની વાતચીત
ફનટાઈમ | ગુજરાત સમાચાર
GS Team — 2 ઓક્ટોબર 2026 1 મિનિટ વાંચો. ટૂકડા ડેન્ટિસ્ટ: તમારા દાંત સડી ગયા છે. કઢાવવા પડશે. દર્દી: કેટલો ખર્ચ આવશે? ડેન્ટિસ્ટ: પાંચ હજાર રૂપિયા. દર્દી: એમ કરો, આ બસ્સો રૂપિયા રાખો, દાંતને ખાલી ઢીલા કરી નાખો, એને કાઢવાનો કામ હું જાતે કરી લઈશ.
ટીચરે બાળકોને રામાયણની વાર્તા સાંભળાવી. મન્નુ ઊભો થઈને કહે: ટીચર, મને ખબર છે, રામ કેટલા વાગે વનવાસ માટે નીકળ્યા હતા. ટીચર નવાઈ પામીને કહે: કેટલા વાગે? મન્નુ કહે: સવા નવ. ટીચર પૂછ્યું: તને કેવી રીતે ખબર? મન્નુ શાંતિથી કહ્યું: વનવાસ શબ્દ ઊલટો વાંચો તો! ટીચર મૂર્છિત થઈ ગયા!
ટોમી: આજે મને જરા ભારેનેસ જેવું લાગે છે. રોમી: ભારેનેસ એટલે? ટોમી: હેવીપણું.