સફાઈકર્મીઓ હાજરી પદ્ધતિનો વિરોધ
આજે બપોરે વોર્ડ નંબર-૩ની મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે સફાઈકર્મીઓએ હાજરી પદ્ધતિનો વિરોધ કર્યો. કર્મચારીઓનો આક્ષેપ છે કે દિવસમાં 4 વખત હાજરી પૂરી કરવા કચેરીના ધક્કા ખાવા પડે છે અને તેનું પ્રભાવ સફાઈ કામગીરી પર પડે છે. તેમણે 2 વખત હાજરી નોંધવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
ઘટનાની વિગત મુજબ, સફાઈ કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નંબર-૩ની ઓફિસમાં એકત્ર થયા અને હાલમાં અમલમાં આવેલી હાજરી પદ્ધતિના વિરોધમાં અવાજ ઉઠાવ્યો. તેમનાં જણાવ્યા પ્રમાણે, સતત ચેકઇન-ચેકઆઉટ કરવાની પ્રક્રિયાથી સમય વેડફાય છે અને સફાઈ કામગીરી પર અસર પડે છે.
કર્મચારીઓના આક્ષેપ મુજબ, અન્ય વોર્ડોની તુલનામાં માત્ર વોર્ડ નંબર-૩માં જ આ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે હાજરીની નોંધણી પ્રક્રિયામાં વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવે છે અને કેટલાક કર્મચારીઓ હાજરી નોંધાવીને અંગત કામ માટે જતા હોવા છતાં તેમની સામે કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
વાર્ડ ઓફિસરનું નિવેદન મુજબ, ઓનલાઈન હાજરીના પરિપત્ર મુજબ દરેક વોર્ડમાં કર્મચારીઓએ દિવસમાં બે વખત ચેકઇન અને બે વખત ચેકઆઉટ કરવું ફરજિયાત છે.