WhatsApp પર પેરેન્ટલ કંટ્રોલ્સની નવી સુવિધાઓ
WhatsAppએ સગીર વયના બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે નવા “Parental Controls” ફીચર્સ રજૂ કર્યા છે. આ સુવિધા દ્વારા વાલીઓ પોતાના બાળકોની વોટ્સએપ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખી શકશે, Meta AI ચેટ્સમાં કન્ટેન્ટ ફિલ્ટર લગાવી શકશે અને ગ્રૂપ, સ્ટેટસ અને ચેનલના ઉપયોગ પર નિયંત્રણ મૂકી શકે છે. આ સેટિંગ્સ વાલીઓ દ્વારા નક્કી કરાયેલા 6-ડિજિટ PINથી સુરક્ષિત રહેશે.
પેરેન્ટલ કંટ્રોલ્સમાં શું છે?
ગ્રૂપ, સ્ટેટસ અને ચેનલ પર નિયંત્રણ: વાલીઓને હવે નક્કી કરવાની સત્તા છે કે તેમના બાળકો કયો ચેનલ ઉપયોગ કરે, તેમના સ્ટેટસ અપડેટ્સ કોણ જોઈ શકે અને કયા ગ્રૂપમાં જોડાઈ શકે.
ગ્રૂપ એલર્ટ્સ અને નોટિફિકેશન્સ: જ્યારે બાળક કોઈ નવા ગ્રૂપમાં જોડાય કે ગ્રૂપ છોડી દે અથવા ગ્રૂપમાં સભ્યોની સંખ્યામાં મોટો વધારો થાય ત્યારે વાલીઓને તાત્કાલિક નોટિફિકેશન મળશે.
Meta AI ચેટ્સ માટે કન્ટેન્ટ ફિલ્ટરિંગ: વાલીઓ Meta AI ચેટ્સ માટે ડિફોલ્ટ “13+” સેટિંગ અથવા વધુ કડક “Limited Content” વિકલ્પ પસંદ કરી શકે છે. લિમિટેડ કન્ટેન્ટ મોડ ચાલુ કરવાથી ઇન્કોગ્નિટો ચેટ અને મેસેજ સમરી જેવા ફીચર્સ બંધ થઈ જશે, જેનાથી સગીરો અયોગ્ય કે અસુરક્ષિત સામગ્રીના સંપર્કમાં આવતા બચી શકે છે.
સુરક્ષા માટે PIN: બધા પેરેન્ટલ કંટ્રોલ સેટિંગ્સને વાલીઓ દ્વારા નિર્ધારિત 6-ડિજિટ PINથી લાગૂ કરીને બાળકો દ્વારા ફેરફાર અટકાવવામાં આવશે.
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન યથાવત
WhatsAppએ સ્પષ્ટ કર્યું છે કે નવા કંટ્રોલ્સ ઉમેર્યા હોવા છતાં પ્લેટફોર્મ પર વ્યક્તિગત મેસેજિસ અને કોલ્સ પહેલાંની જેમને End-to-End Encrypted રહેશે. એટલે કે મેસેજ અને કોલ માત્ર મોકલનાર અને પ્રાપ્તકર્તા જ જોઈ શકે છે અને WhatsApp અથવા તૃતીય પક્ષ તેને ઍક્સેસ કરી શકશે નહીં.
પેરેન્ટલ કંટ્રોલ્સ કેવી રીતે ચાલુ કરશો?
એપ અપડેટ કરો: પહેલું પગલું—બાળકના સ્માર્ટફોનમાં WhatsAppને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો.
સેટિંગ્સમાં જાઓ: WhatsApp ખોલી Settings > Parental controls માં જાઓ અને Continue પર ટેપ કરો.
ઉંમરની વિગતો દાખલ કરો: તમારા સંતાનની જન્મતારીખ નાખી ઉંમરના આધારની પુષ્ટિ કરો.
QR કોડ સ્કેન કરીને લિંક કરો: સંતાનના ફોનમાં દેખાતા QR કોડને વાલીએ પોતાના WhatsApp એકાઉન્ટથી સ્કેન કરીને બંને એકાઉન્ટ લિંક કરવાના રહેશે.
PIN સેટ કરો: અંતે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વાલીએ પોતાના 6-ડિજિટ Parent PIN સેટ કરવો પડશે.