સાવલીમાં કંપનીઓ સામે ક્લોઝર કાર્યવાહી
સાવલીના જૂના સમલાયા ગામની મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (GPCB) કડક કાર્યવાહી કરી છે. મિરેકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કપિલા હેચરીઝ સામે બંધ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને એક અન્યો કંપની જિયો ક્લીનરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
GPCBની ટીમે પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલના માર્ગદર્શન હેઠળ 7 જુલાઈને મિરેકલ સાયન્સનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન કંપનીમાંથી નીકળતી આરસીસી પાઇપમાં ભૂરા રંગનું પાણી વહેતું હોવાનું નોંધાયું હતું. GPCB ખાતેથી તાજેતરમાં મળેલા રિપોર્ટના આધારે મિરેકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીની સામે ક્લોઝરનો આદેશ આપવામાં આવ્યો છે.
તપાસમાં કપિલા હેચરીઝ ગ્રીન કેટેગરીની આવતી કંપની હોવા છતાં જરૂરી સંમતિ વિના ચાલતી હોવાનું સામે આવ્યું છે અને તેના વિરોધે પણ ક્લોઝર કાર્યવાહી કરવામાં આવી છે. જિયો ક્લીનર નામની કંપનીને બોર્ડ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારી દેવામાં આવી છે.